



મહિસાગરના સંતરામપુર પોલીસ તંત્ર દ્વારા રૃપિયા 1 કરોડની અનધિકૃત રકમ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે. સંતરામ પોલીસે વાકાપુલ ચોકડી પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ઝાલોદ રોડ તરફથી પુરઝડપે આવી રહેલ કારની પૂછપરછ કરાઇ હતી.
આ અટકાયતમાં લુણાવાડાના બે શખ્સોની વર્તણૂંક શંકાસ્પદ લાગતા ગાડીની સઘન તપાસ હાથ ધરાઇ હતી. જેમાં રૂપિયા 500ના દરની ચલણી નોટોના કુલ ૪૦ બંડલો મળી આવ્યા હતા. રૃપિયા 1 કરોડની રોકડ અંગેની જાણ વડોદરા ઇન્કમટેક્ષ વિભાગને કરવામાં આવી હતી. આવકવેરા અધિકારીઓએ આ રોકડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.