



કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા નાગાલેન્ડમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રાજમાર્ગ અને નવા નેશનલ હાઇવેનુ ઉદ્ઘાટન કર્યું હતું. ચાર હજાર 127 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ રાજમાર્ગ પરિયોજના આજથી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે કહ્યું હતું, કે નાગાલેન્ડે ભારતના પૂર્વ ભાગનો મહત્વનો વિસ્તાર છે અને નાગાલેન્ડના વિકાસ માટે નવા નેશનલ હાઇવે અને રાજમાર્ગ બનાવવા આવશ્યકતા હતા. જેના કારણે નાગાલેન્ડને રાજ્યમાં માર્ગ અને ટ્રાન્સફર સુવિધાથી ઘણો ફાયદો થશે.
આ રાજમાર્ગ અને નેશનલ હાઇવે બનાવી સમગ્ર નાગાલેન્ડ રાજ્યના તમામ જિલ્લાઓને જોડવામાં આવતા સ્થાનિક ક્ષેત્રે પણ ફાયદો થશે.