Vande Gujarat News
Breaking News
Ahmedabad Breaking News Gandhinagar Govt Gujarat Health

600 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા તજવીજ હાથ ધરાઇ

– સંક્રમણ વધતા હવે સિવિલમાં પથારીઓ ડબલ કરાશે

– ત્રીજા માળે આવેલા આઇસીસીયુ અને ડાયાલીસીસ સેન્ટરને અન્ય ખસેડવું હોસ્પિટલ તંત્ર માટે પડકારજનકઃ ઓક્સિજન પોઇન્ટ વધારવા પણ મુશ્કેલ

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી રહી છે ઘણીબધી મર્યાદાઓ વચ્ચે અહીં કોરોનાના પોઝિટિવ અને નેગેટીવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે હવે સંક્રમણ વધવાની શક્યતા તથા ભવિષ્યની તૈયારીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં હયાત બેડની કેપેસીટીને ડબલ કરવાની ઉચ્ચકક્ષાએથી સુચના આપવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને હવે સિવિલ હોસ્પિટલમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ત્રીજા માળે સ્થિત આઇસીસીયુ તથા ડાયાલીસીસ સેન્ટરને અન્ય જગ્યાએ ખસેડવું હોસ્પિટલ તંત્ર માટે ખુબ જ પડકારજનક છે તો બીજીબાજુ સ્ટાફનો અભાવ હોવાને કારણે દર્દીઓ વધશે ત્યારે મુશ્કેલીઓ ઉભી કરી શકે તેમ છે.

કોરોનાએ માર્ચ માસમાં ગાંધીનગરમાં દેખા દિધી હતી દુબઇથી આવેલા ગાંધીનગરના યુવાન મારફતે આ ચેપ શરૂઆતના દિવસોમાં ફેલાયો હતો ત્યારે તાત્કાલિકા ગાંધીનગર સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલને તબક્કાવાર ખાલી કરાવીને ત્યાં કોવિડ પોઝિટિવ તથા શંકાસ્પદ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવતી હતી. ૩૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરવા માટે કલેક્ટરે જાહેરાત આપીને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ કોરોનાકાળમાં આ જાહેરાતને મોળો પ્રતિસાદ મળ્યો હતો અને એકાદ બે ડોક્ટરોની ભરતી જ કરવામાં આવી હતી. સ્ટાફની ઘટ છતા પણ અન્ય ડિપાર્ટમેન્ટના ડોક્ટર તથા અન્ય સ્ટાફને મેનેજ કરીને અહીં ૩૦૦ બેડની હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી જેમાં આઠમાં માળે ક્રિટીકલ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું હતું જ્યારે સાતમાં માળથી લઇને હવે તો ચોથા માળ સુધી દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. દિવાળી બાદના દિવસોમાં હોસ્પિટલ ફુલ થઇ ગઇ હતી એક દિવસ સાંજે તો હોસ્પિટલમાં ઓક્સિજનના પોઇન્ટવાળી પથારીઓ ખુટી પડવાને કારણે દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું જો કે, ત્યાર બાદ દર્દીઓનો રીકવરી રેડ સારો રહેવાને કારણે હોસ્પિટલમાં પુરતી જગ્યા રહી છે.તેવી સ્થિતિમાં હવે ઉચ્ચકક્ષાએથી ગાંધીનગર સિવિલની ૩૦૦ બેડની કોવિડ હોસ્પિટલને ડબલ એટલે કે, ૬૦૦ બેડની કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં સંક્રમણ વધે અને વધુ દર્દીઓને સિવિલમાં સેવા-સારવાર મળી રહે તે માટે હાલ હોસ્પિટલ તંત્ર દ્વાાર કોવિડ ઓપીડીથી લઇને ઇનડોર ફેસેલીટીમાં સુધારો કરવા માટે બેઠકોનો દૌર વધારવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આઠમાં માળ સુધીના તમામ બેડ કોવિડ માટે આરક્ષિત કરવામાં આવે તો જ અહીં ૬૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બની શકે તેમ છે જે અંતર્ગત ત્રીજા માળે સ્થિત આઇસીસીયુ અને હિમો ડાયાલીસીસ સેન્ટરને બંધ કરવંિ પડે અથવા તો અન્ય જગ્યાએ ખસેડવું પડે. એક દર્દી માટે બીજા દર્દીની સારવાર છીનવવી યોગ્ય નથી તેથી આ બન્ને સંવેદનશીલ સેન્ટરોને અન્ય જગ્યાએ ખસેડવા માટેની મથામણ ચાલી રહી છે. તો બીજીબાજું હોસ્પિટલમાં ઓક્સિજનની નવી આઠ હજાર લીટરની કેપેસીટી વધારવામાં આવી છે તે સાથે હવે ૧૩ હજાર લીટર લીક્વિડ ઓક્સિજન દરરોજ સિવિલમાં પર્યાપ્ત રહે છે પરંતુ હોસ્પિટલમાં હાલની સ્થિતિએ ૨૧૦ જ ઓક્સિજનના પોઇન્ટવાળી પથારીઓ છે તેથી આ ઓક્સિજનના પોઇન્ટ વધારવા પણ હોસ્પિટલ તંત્ર માટે માથાના દુઃખાવા સમાન છે. એટલુ જ નહીં, સતત કોવિડની ડયુટી કરીને હોસ્પિટલ સ્ટાફ થાકી ગયો છે કંટાળી ગયો છે. ત્યારે નવી ભરતી કરવામાં આવે તો હોસ્પિટલનું ખરા અર્થમાં વિસ્તાર અને મજબુતીકરણ થયું કહેવાશે.

संबंधित पोस्ट

નર્મદા સંગમના દર્શન:1000 મીટરની ઊંચાઇથી નર્મદા સંગમના દર્શન

Vande Gujarat News

मिदनापुर में गरजे अमित शाह- चुनाव आते-आते ममता दीदी अपनी पार्टी में अकेली रह जाएंगी

Vande Gujarat News

મારા પિતા માટે દુઆ કરજો, હું અહીં તમારી મદદે આવતો રહીશઃ ફૈઝલ, સ્વ.અહમદ પટેલના પુત્ર-પુત્રી પિરામણના આદિવાસી ફળિયામાં પહોંચ્યા

Vande Gujarat News

ઇન્ડિયન ઓઇલ દ્વારા હરિત ક્રાંતિની શરૂઆત કરવામાં આવી, પર્યાવરણને પ્રદુષિત થતું અટકાવવા અને વૃક્ષો વાવીને હરિયાળી વધારવા માટે “ટ્રી ચિયર્સ” અભિયાન શરૂ કરાયું

Vande Gujarat News

अब चीन ने दिखाया पैगंबर मोहम्मद का कैरिकेचर, पाकिस्तान ने बरती चुप्पी, चीन के सरकारी चैनल सीसीटीवी ने हाल ही में प्रसारित किया पैगंबर मोहम्मद का कैरिकेचर

Vande Gujarat News

42 देशों को ‘हथियार’ बेचता है भारत, अब ‘आकाश’ से दुनिया में बढ़ेगी तिरंगे की शान!

Vande Gujarat News