



સામાજિક જોખમની સ્થિતિમાં જ અટકાયત થઇ શકે
રાજકોટના કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા સામેનો પાસા ઓર્ડર રદ કરાયો
અમદાવાદ,
માત્ર એક કે અમુક પોલીસ ફરિયાદના આધારે કોઇ આરોપીને પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળ અટકાયત ન કરી શકાય તેવા અવલોકન સાથે ગુજરાત હાઇકોર્ટે પાસા હેઠળ રાજકોટના કુખ્યાત બુટલેગર પ્રતીક ચંદારાણા સામે થયેલો આદેશને રદ કરી તેને મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
ગત મે મહિનામાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં યાર્ડના પ્રવેશ કાર્ડ માટે મુદ્દે બોલાચાલી અને મારામીર થઇ હતી. જેમાં રાજકોટના કુખ્યાત બુટવેગર પ્રતીક ચંદારાણા સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ બીજી જુલાઇએ તેના વિરૃદ્ધ પાસાનો આદેશ જારી કરી આ આરોપીને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
જેથી જેલમાંથી બહાર નીકળવા રોપી દ્વારા કરાયેલી અરજીમાં રજૂઆત કરાઇ હતી કે અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે સરકારી કર્મચારીને ઇજા કરવાનો પ્રયત્ન, અપમાન-ઉશ્કેરણી દ્વારા જાહેર શાંતિનો ભંગ, ધાકધમકી વગેરે કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અરજદારને સમાજ માટે જોખમી ગણી તેને પાસા હેઠળ જેલમાં મોકલવા માટે આ આધાર પૂરતા નથી. જેના વિરોધમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે અરજદાર અવારનવાર ગુ નો કરવાની ટેવ ધરાવે છે તેથી સરકારે આપેલા અટકાયતના આદેશ યોગ્ય છે. બન્ને પક્ષોની રજૂઆત સાંભળી હાઇકોર્ટ નોંધ્યું છે કે કોઇ આરોપી સમાજ માટે જોખમ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ભયમાં મૂકી શકે છે ત્યારે જ પાસા હેઠળ અટકાયતન આદેશો કરી શકાય. આ કેસમાં અરજદાર સામે નક્કર પુરાવાઓ જોવાં મળ્યા નથી. તેથી તેને મુક્ત કરવાનો આદેશ કરવામાં આવે છે.