



દહેજની યુપીએલ-12 કંપની સામે પણિયાદરા અને પાદરિયા ગામના લોકોએ આંદોલન કર્યું હતું. જેમાં 31 લોકોને પથ્થરમારા કેસમાં સબજેલમાં ધકેલી દેવાયાં હતાં. જ્યારે અન્ય 30 જણાને કોવિડ-19ના જાહેરનામાના ભંગના કેસમાં જામીન પર મુક્ત કર્યાં હતાં.વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને પાદરિયા ગામના 400થી વધુ લોકોએ યુપીએલ કંપની સામે ગઇકાલે આંદોલન કર્યું હતું. જેમાં પોલીસ પર પથ્થર મારો થતાં પોલીસે 31 લોકોની ધરપકડ કરાઇ હતી. જ્યારે અન્ય 30 જણાને કોવિડ – 19ના જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરાઇ હતી. તમામ ઝડપાયેલાં ગ્રામજનોનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં. જે બાદ જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયેલાં 30 લોકોને જામીન પર મુક્ત કરાયાં હતાં. જ્યારે પોલીસ પર પથ્થરમારામાં ઝડપાયેલાં 31 જણાને કોર્ટના હૂકમથી સબજેલમાં ધકેલી દેવામાં આવયાં હતાં.