



સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા માછીવાડમાં રહેતા રાજેન્દ્ર રેતીવાલા કમિશન પેટે સોનાના બિસ્કિટનું વેચાણ કરે છે. જેઓ પાસે અગાઉ અંકલેશ્વરના કસાઈવાડ વિસ્તારના મોહંમદ હુસેન ઉર્ફે મુન્ના શેરૂ કુરેશીએ 3 વાર સોનાના બિસ્કિટની ખરીદી કરી હતી. જે બાદ ફરી તેઓએ 100-100 ગ્રામના બિસ્કિટ ખરીદી કરવા અંગે ફોન કરી વેપારીને અંકલેશ્વર બોલાવ્યા હતા. જોકે અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારની ખોડિયાર કાઠિયાવાડી હોટલ પાસે વેપારીને લઈ જઈ સોનાના બિસ્કિટના 11 લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જેઓ અન્ય 2 અજાણ્યા ઇસમો સાથે આવી તેઓને રૂપિયા ભરેલી બેગ આપી અહિયા લૂંટની ઘટનાઓ વધુ બને છે. જેથી ઘરે જઈને બેગ ખોલવા કહ્યું હતું.
જે અંગે વેપારીને શંકા જતાં તેઓએ માર્ગમાં જ બેગ ખોલીને જોતાં તેમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટોના 13 બંડલ મળી કુલ રૂા.12 હજાર હતા. જેથી ત્રણેય શખ્સો રૂા.10.97 લાખથી વધુની છેતરપિંડી કર્યાનું જણાતા વેપારીાએ 3 ગઠિયાઓ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે મહિના પૂર્વે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે મોહંમદ હુસેન ઉર્ફે મુન્ના શેરૂ કુરેશી નજીરભાઈ ઉર્ફે નજીર ભજીયા હુસેન મલેકને પણ ઝડપી કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડ કરી હતી. બંનેના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી પોલીસે તેમની સાથે રહેલા અન્ય એક ઈસમ ઉપરાંત સોના બિસ્કિટ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ આરંભી હતી.પોલીસે અન્ય ભેજાબાજોને પણ ઝડપવાની પણ કવાયત આરંભી છે.