



ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં શુક્રવારના રોજ આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને કલેક્ટરને ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભારત ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખાય છે ભારતીય ખેડૂત હોવું તે અનોખું ગૌરવ છે. ત્યારે મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડ અન્નદાતાઓને અને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ ઘુણાસ્પદ કાર્ય કર્યું છે. જે ખેડૂતો પ્રત્યે સંવેદના વિહીન કાર્ય પદ્ધતિનું પ્રતિબિંબ છે. ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના પક્ષોની માંગણીને ધરાર ફગાવી દઈને મોદી સરકારે દેશના 62 કરોડ કિસાનો ખેતમજુરોની જિંદગી સાથે સંકળાયેલા આ કાળા કાયદા પસાર કરાવી લેતાં સમગ્ર દેશના કિસાનો, ખેતમજૂરો, મંડીના દુકાનદારો,મંડીના શ્રમિકો, કર્મચારીઓ નાના ટ્રાન્સપોર્ટર સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ વંટોળ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂત વિરોધી કૃષિ કાયદા કાયદાકીય રદ કરવાની માંગણી સાથે ખેડૂત લડતને પોતાનું સમર્થન આપ્યું હતું તેમજ જે ખેડૂત પોતાનાં હિતોનાં રક્ષણ માટે લડત આપી રહ્યા છે તેમણે સરકાર તરફથી હેરાનગતિ ન કરવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણા,પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રીત શોખીે ઉપસ્થિત રહ્યા હતા.