



તારીખ 4 ડિસેમ્બર 2020 ના રોજ ગણેશ ખાંડ ઉદ્યોગ મંડળીના ચેરમેન પદેથી સંદીપ માંગરોલા એ રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી.
ભરૂચના ભોલાવ ખાતે આવેલ સર્કિટ હાઉસમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, મારી ઉપર થયેલા આક્ષેપો પાયાવિહોણા છે. ગણેશ સુગરના ખેડૂતોના હિતમાં મેં રાજીનામું આપ્યું છે. હવે ફરી નિષ્પક્ષ રીતે ચૂંટણી જોવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.