



તું ટીડીઓ પાસે કેમ ગયો એમ કહી બાપ દીકરાએ ઠસડી ઢીકાપાટુંનો મારી સોનાની ચેઈન લઈ લીધી.
ડણસોલી ગામમાં 3 વર્ષ પહેલા ખરીદેલ પ્લોટ નામે નહિ થતા આરટીઆઈ કરતા થઈ બબાલ.
અતુલ પટેલ – વાલીયા તાલુકાના ડણસોલી ગામના ગ્રામ પંચાયતના સભ્યએ ગામમાં ત્રણ વર્ષ પહેલા એક પ્લોટ વેચાણથી રાખેલો હતો . પ્લોટને ગ્રામ પંચાયતમાં પોતાને નામે કરવા માટે અરજી આપેલી હતી . ત્રણ વર્ષ બાદ પણ નામે નહીં થતાં તે બાબતની રજૂઆત વાલીયા ટીડીઓને કરતા ડણસોલી ગામના તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયત ઉપર બોલાવતા ત્યાં હાજર ગ્રામ પંચાયતના સરપંચ અને તેના દીકરાએ આ માહિતી અમે તને આપવાના હતા તો તુમ કેમ ટીડીઓ પાસે કેમ રજૂઆત કરી એમ કહી પંચાયતની બહાર ઢસડી ઢીકાપાટુનો માર મારી તેની સોનાની ચેન તોડી લઈ લીધી હતી અને સ્ટીલની સ્કેલ કપાળમાં અને આંખની બાજુમાં મારતા ઇજાઓ થતાં આ બાબતની કાયદેસર ફરિયાદ ડણસોલી ગામના ગ્રામ પંચાયતના સભ્ય અમિત છીતુભાઈ વસાવાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં આપી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રોની માહિતી અનુસાર અમિત છીતુંભાઈ વસાવા રહે ડણસોલી લીમડી ફળિયુ ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સેવા આપે છે. તેણે ત્રણ વર્ષ પહેલાં ગામના બાધર ભાઇ લલ્લુભાઈ વસાવા પાસેથી પ્લોટ ખરીદ્યો હતો .આ પ્લોટ ગ્રામ પંચાયતમાં નામે કરવાની અરજી ત્રણ વર્ષ પહેલા આપેલી હતી. જેથી ત્રણ વર્ષ બાદ પણ નામે નહીં થતાં વાલીયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરેલ હતી .ગ્રામ પંચાયતમાં અરજીની કાર્યવાહી કેટલે પહોંચી તેના માટે આરટીઆઇથી માહિતી માંગી
તલાટી કમ મંત્રીને આપી હતી .આ બાબતે ડણસોલી ગામના સરપંચ કાંતુભાઈ છનાભાઇ વસાવા અને તેનો દીકરો જીતેન્દ્ર કાંતુભાઈ વસાવા ડણસોલી ગામની ગ્રામ પંચાયતમાં અગાઉથી બેઠેલા હતા અને તે સમયે અમિત વસાવા ત્યાં આવતા તેને માહિતી કેમ માંગી અને ટીડીઓને પાસે કેમ ગયો તેમ કહી મા બેન સમાની ગાળો આપી જીતેન્દ્ર વસાવાએ બોચીના ભાગે પકડી અમિતને ઢસડીને ગ્રામ પંચાયતના મકાનની બહાર લઈ ઢીકાપાટુંનો માર માર્યો હતો ત્યારે ગ્રામ પંચાયતના ટેબલ પર પડેલી સ્ટીલની ફૂટપટ્ટી લઇ કાંતું વસાવાએ કપાળ ઉપર અને જમણી આંખને નીચે અમિતને મારી દેતા ઇજાઓ થયેલ હતી. ઝપાઝપી કરતા અમિતના ગળામાં પહેરેલી સોનાની 37 હજારની ચેન તોડી લીધેલી હતી.અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગયેલા હતા.
આ ઘટના બાદ ઈજાગ્રસ્ત અમિત વસાવાને પહેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલિયા લઈ જવાયો હતો ત્યારબાદ ફરી ઘરે આવ્યા બાદ તકલીફ પડતા 108 દ્વારા ભરૂચ સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો.આ બનાવની અમિત વસાવાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં 323 ,394 ,504 ,506 (2) ,114 મુજબ ફરીયાદ દાખલ કરતા હાલ વાલિયા પોલીસ તપાસ કરી રહી છે.