



ભમાડીયા અને કનેરાવ જ્યોતિગ્રામ ફીડરમાં 619 ઘરોમાં ચેકીંગ કરતા 28 માં ગેરરીતિ ઝડપાય.
સુરત કોર્પોરેટ કચેરીએ વીજચોરી કરતા ગ્રાહકોના 4 મીટર કાઢી સર્વિસ વાયર કાપી લીધા.
અતુલ પટેલ – વાલિયા તાલુકાના 10 જેટલા ગામડાઓમાં વહેલી સવારે ડિજીવીસીએલની સુરત કોર્પોરેટ કચેરીની વિજિલન્સ ટીમે લોકો ઊંઘતા હતા ત્યાં તો તેના બારણે પહોંચી રેઈડ કરતા 28 માં ગેરરીતિ ઝડપાય હતી.જેઓના 4 મીટર કાઢી તેમની મુખ્ય સર્વિસ વાયર કાપી લેવાયો હતો અને દંડની કાર્યવાહી કરવા વાલિયા સબ ડિવિઝનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડિજીવીસીએલ સુરતની કોર્પોરેટ કચેરીએથી વિજીલન્સની 21 જેટલી ટીમે ઘણા લાંબા સમય બાદ વાલિયા તાલુકાના ભમાડીયા જ્યોતિગ્રામ ફીડરના 10 ગામોમાંથી 5 અને કનેરાવ જેજીવાય ફીડરના 9 ગામમાંથી 5 મળી કુલ 10 ગામ જેમાં વિઠ્ઠલગામ,ઉમરગામ ,ભમાડીયા ,હોલાકોતર ,નિકોલી,કનેરાવ ,કરસાડ ,મેરા ,કરા અને ભરાડીયાના જ્યોતિગ્રામ ફીડરમાં માઈક્રોપ્લાનિંગ કરી પોલીસ બંદોબસ્ત સાથે વીજ દરોડો પાડતા કુલ 619 વીજ કનેક્શનનું ચેકીંગ કરતા તેમાંથી 28 ઘરવપરાશમાં ગેરરીતિ ઝડપાઇ હતી.આ 28 વિજગ્રાહકોને વિજચોરીનો 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વીજ કંપનીની વિજિલન્સ ટીમે વાલિયા તાલુકામાં લાંબા વિરામ બાદ આ વીજ દરોડો પાડતા વીજચોરી કરતા વિજગ્રાહકો ફફડી ગયા હતા.