



અગમ્ય કારણોસર આગ લાગતા નાશ ભાગ મચી જવા પામી..
ટ્રકમાં આગ લાગતા ટ્રક ચાલકની નજર પડતા તાત્કાલિક ટ્રક માંથી ઉતરી પડતા આબાદ બચાવ..
ભરૂચ-અંકલેશ્વર ને જોડતા કેબલ બ્રિજ ઉપર ઉપરથી પુઠા ભરેલી પસાર થઈ રહેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. જોકે થોડો સમય માટે પોલીસે સ્થળ પર દોડી આવી અંકલેશ્વર તરફનો વાહન વ્યવહાર બંધ કર્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ભરૂચ ને જોડતો કેબલ બ્રિજ ઉપર અંકલેશ્વર તરફથી ઉઠાવી આવતો ટેમ્પો કેબલ બ્રિજ ઉપરથી આઇસર ટેમ્પા નંબર જીજે 16 ઝેડ 9507 પુઠા ભરેલા ટેમ્પામાં લાગી આગ લાગી હતી. જેના પગલે ટેમ્પા ચાલકે સમય સુચકતા વાપરી ટેમ્પામાંથી ઉતરી ગયો હતો. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પૂઠા બળીને ખાખ થઇ ગયા હતા. આગની જાણ ફાયર ફાઈટરની કરવામાં આવતા ફાયર બંબાઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે ટેમ્પામા આગની ઘટનાને પગલે અંકલેશ્વર તરફથી આવતો વાહન વ્યવહાર બંધ કરી દેવાની ફરજ પડી હતી.
જો કે જે ટેમ્પા માં આગ લાગી તે ટેમ્પો કરજણ પાસે આવેલી કંપનીમાં પુઠા લઇ જવાતા હોવાની માહિતી સાંપડી રહી છે. ત્યારે એક મહિનાના ટૂંકા ગાળામાં પણ વાહનમાં આગ લાગવાની આ બીજી ઘટના નોંધાય હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.