



સંદીપ દીક્ષિત – એક અજાણી વ્યક્તિ ભરૂચથી જંબુસર બસમાં આવી પ્લાઝા હોટલ પાસે પહોંચી જઇ આવતા જતા રાહદારીઓને પથ્થર મારતો હતો. જેમાં ત્રણ ચાર વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી, અને તે પરત સ્વામિનારાયણ સોસાયટી પાસે આવેલ કુવામાં અચાનક ભુસકો મારી દીધેલ.
જેની જાણ સ્થાનિકોએ જંબુસર મીડિયાને કરતાં મીડિયાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જંબુસરના પત્રકાર ફિરોજ દીવાનેે ઘટના સ્થળ ઉપર પહોંચી કૂવામાંથી અજાણ્યા ઇસમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. સ્થાનિકોના સહારે અજાણ્યા ઈસમને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટના સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સ દ્વારા આવી તમનેેેે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આ વ્યક્તિને તેનું નામ પુછતા ભરતભાઇ કાલીદાસ વસાવા હોવાનું જણાવ્યું હતું.