



કોરોના કાળમાં ફરજ બજાવતા પોતે સંક્રમિત થયા હતા
અધિક કલેક્ટર તરીકે ચાર્જ સંભાળે તે પહેલાં દુઃખદ વિદાય….
આણંદ જિલ્લામાં સોજીત્રાતાલુકા ના વર્ષ 2008 થી 2012 એમ કુલ 4 વર્ષ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવનાર અને તાજેતર મા અધિક કલેકટર તરીકે બઢતી મેળવનાર પ્રાંત અધિકારી લીમખેડા દિનેશભાઇ ભાઈ હડીયલ કોરોનગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન દુઃખદ નિધન થતા સમગ્ર રાજ્ય ભરમાં મહેસુલી અધિકારી વર્ગ માં શોક ની લાગણી વ્યાપી જવા પામી હતી. તેઓ પોતાના ફરજ વિસ્તાર માં સતત જન સમૂહ ની સેવા માં કાર્યરત હતા. કોરોના થી લોકોને બચાવવા સક્રિય રહ્યા હતા, તે દરમિયાન તેઓ ખુદ કોરોના સંક્રમિત થયા હતા. સારવાર દરમિયાન કોરોના વૉરિયરની જેમ કોરોના સામે લડતા રહ્યા હતા.
તેઓને અધિક કલેકટર તરીકે 9 નવેમ્બર ના રોજ બઢતી મળી હોવા છતાં કમનસીબે અધિક કલેકટર તરીકે ચાર્જ સાંભળે એ પહેલા દુનિયા મા થી વિદાય લીધી હતી. આશાસ્પદ, પ્રજા ભિમુખ, સેવાભાવી, અને યુવાન અધિકારી હવે નથી રહ્યા.