



ભરૂચ જિલ્લામાં શનિવારે પ્રાથમિક શિક્ષકોનો વધ ઘટનો બદલી કેમ્પ યોજાયો હતો. સૌપ્રથમ ભરૂચ બીઆરસી ભવન ખાતે અને સાંજે વાલિયા તાલુકા મથકે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની કામગીરી રાત સુધી ચાલી હતી.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત બીઆરસી ભવન ખાતે યોજાયેલા કેમ્પમાં વધ પામેલા શિક્ષકોને અન્ય શાળામાં ફરજ માટે હુકમ કરાયો હતો.જોકે આ કેમ્પનું કવરેજ કરવા માટે ગયેલા મીડિયા કર્મીઓને શિક્ષણ વિભાગના કર્મીઓએ પ્રવેશ આપ્યો ન હતો. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિપા પટેલે વઘઘટ બદલી કેમ્પના ડેટાઓ જાહેર કર્યા ન હતા. બંધ દરવાજે થતા બદલી કેમ્પમાં ગેરરીતી કર્યાની પણ ચર્ચાએ સ્થાન લીધુ છે. જિપ્રાશિના મનસ્વિપણાની વિરુદ્ધમાં નિયમો વિરૂદ્ધ થઇ રહેલા બદલી કેમ્પમાં સુધારા કરવા માટે એક શિક્ષકે આવેદનપત્ર પણ આપ્યુ છે. મીડિયાને પ્રવેશ ન આપવા પર ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને જણાવ્યુ હતુ કે, આ પારદર્શિય પ્રક્રિયા છે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. અંદરો અંદર અધિકારીઓએ કાર્ય કરવુ એવુ હોતુ નથી.