



- 30મી નવેમ્બરથી ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ થયો હતો
ભરૂચ જિલ્લામાં વાલિયા એપીએમસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. જ્યાં સીસીઆઈ ના અંડર ટેકિંગમાં વાલિયા પ્રભાત જીનીગ મિલમાં 30 નવેમ્બરથી કપાસની ખરીદી ચાલુ કરવામાં આવી હતી. જ્યાં પાછલા 5 દિવસ માં પાંચ હજાર કિવન્ટલ કપાસની ખરીદી કરી હતી. આમ, બજાર ભાવ કરતા સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ હતી. વાલિયા ખાતે ભરૂચ જિલ્લામાં ફક્ત સીસીઆઈ માન્યતા પ્રાપ્ત પ્રભાત જીનીગ મિલ છે.જ્યાં છેક સાગબારા, ડેડિયાપાડા, નેત્રંગ, વાલિયા ઉપરાંતના તાલુકાના ખેડુતોને જિનગ મિલનો ફાયદો થઈ રહયો છે. જ્યારે એક જ સપ્તાહ માં પાંચ હજાર કવિન્ટલ જેટલા કપાસ ની ખરીદી કરી લીધી હતી. આમ, ચાલુ વર્ષે 1 લાખ કિવન્ટલ જેટલો કપાસ ખરીદી કરવાનો ટાર્ગેટ પ્રભાત જીનીગ મિલે રાખ્યો છે.