Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsJambusar

સરપંચના પુત્રે કહ્યું જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો ટૂંડજના સરપંચ રાજીનામુ આપશે, ગ્રામજનો ના આક્ષેપના પગલે આપ્યું નિવેદન

સંજય પટેલ – ટુંડજ ગ્રામજનો દ્વારા સરપંચ વિરૃધ્ધ ભ્રષ્ટાચાર બાબતની અરજી કરવામાં આવેલ જે અનુસંધાને ભ્રષ્ટાચાર સાબીત થાય તો તાત્કાલિક પદ પરથી રાજીનામું આપવા સરપંચ પુત્ર દ્વારા જણાવાયુ.


જંબુસર તાલુકાના ટુંડજ ના સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલા સહિત ગ્રામજનોની સહીથી જિલ્લા આયોજન અધિકારી ભરૃચને લેખિત આપવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યુ હતુ કે, જિલ્લાકક્ષાની ગ્રાન્ટ સને ૨૦૨૦/૨૧ મંજુર કરેલ કામો અન્ય યોજનામાં મંજુર થયેલા હોય કામ પણ થઈ ગયેલા હોય જેથી ભ્રષ્ટાચાર થવાની પૂરી શક્યતા છે.

જેમાં ( ૧…). રાઠોડવાસમાં આરસીસી રોડનું કામ ત્રણ લાખ (૨) ભાથુજી ફળિયામાં આરસીસી રોડનું કામ ત્રણ લાખ (૩) ગામમાં સ્ટ્રીટ લાઈટ એલઈડી લાઈટનું કામ ત્રણ લાખ (૪) જેન્તીભાઈ વાળંદના ઘરથી રમણભાઈ રાવળના ઘર સુધી બ્લોકનું કામ ત્રણ લાખ (૫) પટેલ ખડકીમાં બ્લોક પેવીંગનું કામ ત્રણ લાખ કુલ રૃપિયા પંદર લાખ આ સદર કામો અન્યાય યોજના ઓ તથા દાતાઓના દાનથી કામો પૂર્ણ થઇ ગયેલા છે, અને આ કામોના રૂપિયા સરકારની ગ્રાન્ટમાંથી ઉપાડવાની હિલચાલ ચાલુ છે. સદર કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ શકે તેવી વકી છે.

જેથી આ કામની મંજુરી સ્થળ સ્થિતીની તપાસણી કરવા તથા મંજુરી નહી આપવા અને આ મંજુર થઈ ગયેલી ગ્રાન્ટો તાત્કાલિક ધોરણે અટકાવવા જણાવાયું હતું. આ સહિત આ કામો થઈ ગયાં હોવાથી હાલમાં તે જગ્યાએ કામોની હાલમાં કોઇ જરુર નથી તેના બદલામાં અન્ય સ્થળે કામ બાકી છે, તે કામો પૂર્ણ થાય.

આખા ગામમાં સ્ટ્રીટ લાઈટનું કામ પુર્ણ થઈ ગયેલ છે. છતાં ચાલુ વર્ષમાં સ્ટ્રીટલાઈન ની ગ્રાન્ટ માટે મંજુરી માગવામાં આવેલી છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.


તમામ આક્ષેપો બાબતે રાઠોડવાસમાં કાદવ કિચ્ચડ હતું. તેથી એડવાન્સ રોડ બનાવ્યો. ભાથુજી ફળિયામાં આરસીસી રોડ તારીખ ૧૬/૧૧/૨૦ ના રોજ બનાવ્યો અને રોડ બનાવતા પહેલા જીપીએસ મેપ વાળા ફોટા આયોજન અધિકારીને મોકલ્યા હતારમણભાઈ રાવળના ઘરથી ઘર સુધી બ્લોક પેવીંગ૧૯/૧૧/૨૦ બેસાડયા તે પહેલા જીપીએસ મેપ વાળા ફોટા આયોજન અધિકારીને મોકલ્યા હતા.

તથા જિલ્લા કક્ષાની ગ્રાન્ટની યાદી તાલુકા પંચાયતમાં ૬/૧૧/૨૦ ના રોજ આવ્યા પછી ૧૬/૧૧/૨૦ ના રોજ કામ ચાલુ કર્યું હતું. આમ આ તમામ આક્ષેપો ખોટા છેઅરજીના અનુસંધાને સરપંચ પુત્ર અને જંબુસર તાલુકા બીજેપી ઉપ પ્રમુખ પ્રણવભાઈ પટેલ દ્વારા સદર આક્ષેપોને ફગાવી સરપંચ વિરૂધ્ધ આક્ષેપ પાયાવિહોણા બતાવ્યાં હતાં. જો દસ હજાર રૃપિયાનું કૌભાંડ જાહેર કરી બતાવે તો પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપવા જણાવ્યું હતું.

संबंधित पोस्ट

નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

Vande Gujarat News

વડોદરા કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન અને વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓએ મુદત પુરી થતા સરકારી વાહનો પરત કર્યા

Vande Gujarat News

સૌથી પહેલા નેટવર્ક વિહોણા વિસ્તારોમાં શાળા શરૂ કરવા ભરૂચના મોટા ભાગના વાલીઓ એક મત

Vande Gujarat News

शहरों में घरों की कीमत कम करने के लिए सरकार ने उठाया कदम, बिल्‍डर्स को दिया ये सुझाव

Vande Gujarat News

ONGC નો કર્મચારીને દેવું વધી જતાં ATM તોડીને ચોરીના પ્રયાસમાં વધી જતાં atm લુંટવાનો પ્લાન બનાવ્યો હતો.

Vande Gujarat News

दिल्ली में आंदोलन के बीच बंगाल के किसानों से ‘चुनावी भिक्षा’ मांगेगी बीजेपी

Vande Gujarat News