



સંજય પટેલ – જંબુસર ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું. જંબુસર ગણેશ ચોક સ્થિત આવેલ પૌરાણિક નર્મદેશ્વર મહાદેવ મંદિરનું ખાતમુહૂર્ત પૂર્વ ચીફ ઓફિસર જંબુસર નગરપાલિકાના હસ્તે કરાયું હતું.
જંબુસર ગામની મધ્યમાં આવેલ ગણેશ ચોક ખાતે અતિપૌરાણિક ગણપતિ મંદિર મહાદેવ મંદિર આશાપુરી માતા મંદિર હનુમાનજી જલારામ મંદિર નો જીર્ણોદ્ધાર કરવા કાછિયા પટેલના સમાજના અગ્રણીઓ યુવાનો ના પ્રયત્નો અને શુભ ભાવના થકી મંદિરનો ભવ્ય શુભારંભ નો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય નૂતન મંદિરના નર્મદેશ્વર મહાદેવ મંદિર જેનું ખાતમુહુર્ત જંબુસર નગરપાલિકા પૂર્વ ચીફ ઓફીસર મનહરભાઈ ટી પટેલના કરકમળો દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં સમાજના અગ્રણીઓ નગરપાલિકા સદસ્યો બહેનો હાજર રહ્યાં હતા.