



– ગુજરાતમાં ભારત બંધની અસર નહી વર્તાય, ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે : પ્રદિપસિંહ જાડેજા
ભારત બંધના એલાનને પગલે ગુજરાતમાં કોઇ અનિચ્છિય ઘટનાન બને તેની તદેકારીના ભાગરૂપે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયો છે.રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના આદેશને પગલે ગૃહવિભાગે પોલીસને જરૂરી સૂચનાઓ જારી કરી છે.
8મીએ ભારત બંધનુ એલાન અપાયુ છે જેને ગુજરાતના ખેડૂત સંગઠનોએ પણ ટેકો આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસે પણ બંધના એલાનને સમર્થન આપવા નક્કી કર્યુ છે. ભારત બંધના દિવસે ખેડૂતો-કોંગ્રેસે હાઇવે ચક્કાજામ કરવા અને વિરોધ પ્રદર્શન કરવા એલાન કર્યુ છે જેના પગલે ગુજરાત પોલેસને એલર્ટ કરાઇ છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ભારત બંધની કોઇ અસર વર્તાશે નહી તેનુ કારણ એછેકે, ગુજરાતના ખેડૂતો સંતુષ્ટ છે. તેઓ કૃષિ કાયદાની સમજથી વાકેફ છે. ભારત બંધના દિવસે સમગ્ર ગુજરાતમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. પોલીસને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કોઇપણ અનિચ્છિય ઘટના ન બને તેની પુરતી તકેદારી રાખવામાં આવશે.