Vande Gujarat News
Breaking News
Breaking NewsDefenseGovtIndiaNationalTechnologyWorld News

ફ્રાન્સ પાસેથી ટ્રાન્સપોર્ટ ટેન્કર વિમાન ખરીદવા માટે ભારતની વિચારણા

– લદ્દાખ સંઘર્ષ વચ્ચે ભારતીય એરફોર્સની તાકત વધશે

– ફ્રાન્સે નીચા ભાવે 5-7 વર્ષ જૂનું એમઆરટીટી એરક્રાફ્ટ ખરીદવા માટે ભારતને ઓફર કરી

નવી દિલ્હી,

ચીન સાથે પૂર્વીય લદ્દાખમાં ચાલતા સરહદ વિવાદ વચ્ચે ભારતીય હવાઈદળની તાકત વધારવા માટે ભારત તેના મિત્ર ફ્રાન્સ પાસેથી ઓછી કિંમતે 6 એરબસ 330 મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવા અંગે વિચારણા કરી રહ્યો છે.

આ વિમાનો આવી જવાથી લદ્દાખમાં ભારતીય હવાઈદળની સિૃથતિ પહેલાંની સરખામણીમાં વધુ સારી થઈ જશે. આ એક મલ્ટી-રોલ મીડ-એર રિફ્યુઅલર એરક્રાફ્ટ છે. હાલ ભારતીય હવાઈદળ પાસે સાત રશિયન આઈએલ-76 એમ રિફ્યુઅલર્સ એરક્રાફ્ટ છે.

સાઉથ બ્લોકના સૂત્રો મુજબ ભારતીય હવાઈદળ બ્રિટિશ કંપની પાસેથી લીઝ પર એરબસ 330 એમઆરટીટી લેવા માગે છે. બીજીબાજુ ફ્રાન્સે ઓછા ભાવે 5-7 વર્ષ જૂના એરક્રાફ્ટ ભારતને વેચવાની દરખાસ્ત કરી છે. હવાઈદળ છેલ્લા એક દાયકાથી એમઆરટીટી એરક્રાફ્ટ ખરીદવા માટે ઘણું ઊત્સુક છે.

ભારતીય હવાઈદળના ભૂતપૂર્વ પ્રમુખ મુજબ એરબસ 330 એમઆરટીટીમાં એરબસ 340ની સરખામણીમાં ઘણા મોટા વિંગ્સ છે, જેની મદદથી તે એક જ સમયમાં સેન્ટ્રલ રિફ્યુઅલિંગ બૂમ સિસ્ટમથી આકાશમાં જ બે ફાઈટર જેટ્સમાં ઈંધણ ભરી શકે છે.

એરબસ એરક્રાફ્ટ અંગે સૌથી સારી બાબત એ છે કે તે અત્યાધુનિક કુશળ અને ઉચ્ચ શક્તિવાળા એન્જિનના કારણે એરક્રાફ્ટ કેબિન અને ઈંધણમાં 260 કર્મચારીઓને લઈ જઈ શકે છે. એરફોર્સના એક અિધકારીએ કહ્યું કે, આ એરક્રાફ્ટ લદ્દાખમાં જવાનોને એકજગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આૃથવા મેડિકલનો સામાન પહોંચાડવામાં ઘણો મદદરૂપ સાબિત થશે.

संबंधित पोस्ट

“મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ અંતર્ગત ૪ મહિનામાં ૩.૩૦ લાખ મોતિયાના ઓપરેશન સફતાપૂર્ણ સંપન્ન

Vande Gujarat News

नेपाल के विदेश मंत्री दो दिन की यात्रा पर पहुंचे दिल्ली, संयुक्त आयोग की छठी बैठक में लेंगे भाग

Vande Gujarat News

આમોદના નવ ગામોને તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ધારાસભ્યના હસ્તે પાણીના ટેન્કરનું વિતરણ કરાયું વર્ષ ૨૦-૨૧ ની ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ૧૬.૫૭ લાખના ટેન્કરનું વિતરણ

Admin

राम मंदिर के बैंक अकाउंट से लाखों उड़ाने वाले चार आरोपी गिरफ्तार, मास्टरमाइंड अब तक फरार

Vande Gujarat News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા શિક્ષક દિન ઉજવણીનું સમાપન કરાયું

Vande Gujarat News

નેત્રંગ પોલીસે મહારાષ્ટ્ર રાજ્યમાં હેરાફેરી થતી ૧૫ ભેંસો પકડી પાડી, થોડા દિવસો પહેલા પાંચ ટ્રકમાં ૬૫ ભેંસોને કતલખાને જતા બચાવાઇ હતી

Vande Gujarat News