Vande Gujarat News
Breaking News
Breaking NewsGujaratHealth

સવા લાખ પોલીસ કર્મચારીનું વોરિયર લિસ્ટ: કોરોના વેક્સિન આપવા તૈયારી

– કોરોના વોરિયર્સ તરીકે રસીકરણ માટે હેલ્થ વર્કર પછી પોલીસ

– નામ સાથે મોબાઈલ નંબર સરકારમાં મોકલાશે એટલે રસીકરણના મેસેજ પોલીસ કર્મચારીને સીધા જ મળી જશે

અમદાવાદ,

કોરોના સામેની લડાઈમાં ડોક્ટર અને હેલ્થ વર્કર પછી પોલીસ છે. એટલે જ, કોરોનાની રસી આપવા માટે ફ્રન્ટલાઈન વોરિયર તરીકે ગણીને પોલીસનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીના નામ સાથે મોબાઈલ નંબર સરકારમાં મોકલી અપાશે.

રસીકરણ શરૂ થશે એટલે ક્યા સ્થળે અને ક્યારે રસી મુકી અપાશે તેની વિગતોનો મેસેજ જે-તે પોલીસ કર્મચારીને સીધો જ તેમના મોબાઈલ ફોન નંબર પર મોકલાશે. અમદાવાદમાં 10000 પોલીસ કર્મચારીને અન્ય નાગરિકો કરતાં વહેલાં રસીકરણનો લાભ મળશે. જ્યારે, ગુજરાતના સવા લાખ પોલીસ કર્મચારીને ફ્રન્ટલાઈન વોરિયર ગણીને રસીકરણ કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી રહી છે.

કોરોના ટેસ્ટિંગ દરમિયાન કોરોનાગ્રસ્ત પોલીસ કર્મચારીની સંખ્યા સતત વધી રહી છે. વિતેલા 24 કલાકમાં વધુ 15 પોલીસ કર્મચારીને કોરોના હોવાનું જણાતાં કુલ આંક 189 પર પહોંચ્યો છે. હાલમાં કોરોનાગ્રસ્ત કોન્સ્ટેબલની સંખ્યા 104 થઈ ગઈ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 1211 પોલીસ કર્મચારીને કોરોના થયો છે તેમાંથી 1011ને રજા આપવામાં આવી છે.

લોકો વચ્ચે રહીને કામ કરતાં મેડીકલ સ્ટાફ ઉપરાંત પોલીસને પણ કોરોના વોરિયર ગણીને કોરોના વેક્સિન અપાય તે માટે અગ્રતાક્રમ આપવામાં આવનાર છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર ગણીને વેક્સિનેશન માટે ડેટા તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ કર્મચારીના નામ અને મોબાઈલ ફોન નંબર સાથેની વિગત સરકારમાં મોકલી આપવામાં આવનાર છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતના અંદાજે 1.25 લાખ પોલીસ કર્મચારીની યાદી કોરોના વેક્સિનેશન માટે તૈયાર કરવાના આદેશ ડીજીપી કચેરી તરફથી આપી દેવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના સવા લાખ પોલીસ કર્મચારીના નામ, સરનામા, પોલીસ સ્ટેશન અને મોબાઈલ ફોન નંબર સાથેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

રસીકરણ શરૂ થશે એટલે દરેક પોલીસ કર્મચારીને તેમના મોબાઈલ ફોન ઉપર રસી ક્યારે, ક્યાં અને કેવી રીતે અપાશે તેની વિગતો મોકલી આપવામાં આવશે. એવી આશા સેવાઈ રહી છે કે, ડીસેમ્બર મહિનાના અંતભાગ અથવા તો જાન્યુઆરી મહિનામાં મેડિકલ સ્ટાફ ઉપરાંત પોલીસમાં રસીકરણ શરૂ થઈ શકે છે.

संबंधित पोस्ट

હવે જેમની પાસે આધાર કાર્ડ નથી તે વહેલી તકે આધારકાર્ડ ક્ઢાવી લેશો, નહીં તો કોરોનાની રસી નહીં અપાય, પ્રથમ તબક્કામાં તબીબી તેમજ મેડિકલ સ્ટાફને રસી અપાશે

Vande Gujarat News

તાલુકાના મતદારોએ છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસના હાથમાં સુકાન સોંપ્યુ હોવા છતાં કોંગ્રેસના સદસ્યો દ્વારા ટાંટિયા ખેંચના કારણે સતત વિવાદ ચાલુ

Vande Gujarat News

ભારત બંધને નેત્રંગમાં 95 % સફળતા તો વાલિયામાં 90 % નિષ્ફળતા મળી હતી.

Vande Gujarat News

ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા મળી

Vande Gujarat News

લઠ્ઠાકાંડ બાદ ગુજરાતના કયા પૂર્વ મુખ્યમંત્રીએ દારૂબંધી હટાવવાની કરી માંગ? જાણો વિગતે.

Vande Gujarat News

અટારી એન્કાઉન્ટરમાં મૂસેવાલા હત્યા કેસના 2 આરોપીઓ સહિત 4 ગેંગસ્ટર માર્યા ગયા

Vande Gujarat News