



– કેનાબિસના મેડિકલ ઉપયોગને આધારે પગલું લેવાયું
– બોલીવૂડના કેટલાક સ્ટાર્સ સામેની એનસીબીની કાર્યવાહી કરતાં વિરોધાભાસી વલણથી આશ્ચર્ય
એક તરફ દેશમાં ડ્રગ્સ (કેફી પદાર્થો) વિરોધી આકરા કાયદા છે અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ફિલ્મ ઇન્ડસ્ટ્રિના કેટલાક લોકો દ્વારા ગાંજા (કેના બિસ)ના કથિત સેવનને મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજી તરફ ભારતે નાર્કોટિક ડ્રગમાંના યુએન (યુનાઇટેડ નેશન્સ- સંયુક્ત રાષ્ટ્રસંઘ)ના કમિશનર (પંચ) (સીએનડી)ના 1961ના બાકાત કરવાના પગલાંની તરફેણમાં મતદાન કર્યું છે. આ સમજૂતીનાં ગાંજાનો સમાવેશ હેરોઇન જેવા કેફી પદાર્થો સાથે કરવામાં આવ્યો હતો.
ભારતના આ વલણ બાબતે અનેક લોકોએ આશ્ચર્ય સાથે આઘાત અનુભવ્યો છેર્ ગાંજાના મેડિકલ ઉપયોગની સંભાવનાને ધ્યાનમાં રાખી તેને ડ્રગ્સની યાદીમાં બાકાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મુજબ આકરા નિયંત્રણ માટેના ડ્રગ્સની યાદીમાંથી ગાંજાને બાકાત કરવા 27 વિરૂદ્ધ 25 મત પડયા હતા.
હુએ કેનાબિસ તથા તે સંબંધીત અન્ય પદાર્થોના નિયંત્રણની શક્યતામાં ફેરફારની ભલામણ કરી હતી. ગાંજાની ગણના ઓછા જોખમકારક કેફી પદાર્થ તરીકે કરવાના નિર્ણયની તરફેણમાં ભારતે મત આપતાં આ લોકોનાં ભવા ચડી ગયા છે કેમકે એનસીબી આ જ ગેરકાયદે ડ્રગના સેવન બદલ બોલીવૂડના સ્ટાર્સને નિશાન બનાવી રહ્યો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે (ભારત) સરકારે તેના વલણ બાબતે બાદમાં ખુલાસો કરશે. યુએન ન્યૂઝ મુજબ સીએનડીઅ ે આ સર્વસામાન્ય રીતે સેવન કરાતા હોવા છતાં પણ મોટે ભાગે ગેરકાયદે એવા આ ડ્રગ (ગાંજા)ના ઔષધીય તથા ઉચારાત્મક ઉપયોગની સંભાવનાની ઓળખ માટેનો માર્ગ મોકળો કર્યો છે.