



અંકલેશ્વર રોટરી વુમન એમ્પાવરમેન્ટ સેન્ટરે 1 લાખ જેટલા માસ્ક સર્જન કર્યું
અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા સ્પપિત અને સંસ્થા ના આદ્ય સ્થાપક મીરાબેન પજવણી તેમજ કંપની સભ્ય મનીષ શ્રોફ અને નરેન્દ્ર ભટ્ટ દ્વારા કોરોના કાળમાં જ્યાં લોકો રોજગારી મળવી મુશેકેલ હતી 10 જેટલી મહિલાઓ રોજગારી પુરી પાડી હતી. કોરોના કાળ વચ્ચે સંસ્થા માં ટ્રેનિંગ મેળવી રહેલ અન્ય બહેનો લાવી ના શકતા સોશ્યલ ડિસ્ટન્સ સાથે તંત્રની તાંત્રિક મજૂરી વડે 4 એપ્રિલના રોજ માસ્ક બનાવાની શરૂઆત કરી હતી અને માસ્ક બનાવ માટે જરૂરી કાપડ, દોરા, ઇલાસ્ટીક રબર સહીત સામગ્રી પણ સંસ્થાને દાતા અને સંસ્થા ફંડ માંથી ખરીદ કરી હતી અને મહિલા માસ્ક બનાવા રો મટીરીયલ નિઃશુલ્ક આપવમાં આવ્યું હતું જે વડે મહિલા માસ્કનું નિર્માણ કરવાની શરૂઆત કરી 8 મહિના માં અત્યાર સુધી 1 લાખ જેટલા માસ્કનું સર્જન કરવામાં આવ્યું છે.
છેલ્લા 8 મહિનામાં તમામ 10 મહિલા 35 થી 40 હજાર રૂપિયા ઉપરાંતની રોજગારી મેળવી હતી અને લોકડાઉન અને અનલોક કાળ માં પરિવાર ભરણપોષણમાં મહત્વ પૂર્ણ ભૂમિકા અદા કરી હતી. સંસ્થાએ નિર્માણ કરવામાં આવેલ 1 લાખ માસ્કનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ, તબીબ, વહીવટી તંત્ર સહીત લોકો સુધી માસ્ક પહોંચ્યાડયા હતા. માસ્કનું શ્રમિક ટ્રેનોમાં પણ નિઃશુલ્ક વિતરણ કર્યું હતું આ અંગે સંસ્થાના મીરાંબેન પંજવાણીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા મહિલાઓ પગભર એટલે નારી શશક્તિકરણના ભાગ રૂપે તેમને ટ્રેનિંગ આપી રોજગારી આપવમાં આવી રહી હતી