Vande Gujarat News
Breaking News
Breaking NewsEducationalNarmada (Rajpipla)Science

નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ સ્પર્ધા:આયુર્વેદિક ઉકાળાનો પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પ્રદર્શિત કરાશે

નર્મદા જિલ્લાના વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટની 6 કૃતિ રાજ્ય માટે પસંદગી પામી

ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કૉંગ્રેસ સ્પર્ધાનું આયોજન ગુજકોસ્ટ, મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે તમામ સપર્ધાઓ ઓનલાઇન યોજવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લમાં મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લામાંથી 49 જેટલા પ્રોજેક્ટો રજુ થયા હતા. જેમાં 6 પ્રોજેક્ટને રાજ્યકક્ષાએ પસંદગી કરાઈ છે. જિલ્લા કક્ષાએ બોરીદ્રાની શાળાનો કોરોનમાં આયુર્વેદિક ઉકાળાનો પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો છે.

આ વર્ષે કોરોના મહામારીને લઈને ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી જેમાં ઓનલાઇન પ્રોજેક્ટો મંગાવવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન gujkost ગુજરાત ના કથન કોઠારી અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટર ભરત ડોડીયા અને કલ્પના રજવાડી દ્વારા કરવામાં આવ્યો હતો. મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા તાજેતર માં લેવાયેલ ઓનલાઈન ડિજીટલ સ્પર્ધા મા બોરિદ્રાની ધોરણ 8 ની બે બાળાઓ એ અલગ અલગ બે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યાં હતા.

મુખ્ય શિક્ષક અનિલ મકવાણાના માર્ગ દર્શન હેઠળ જયા બેન વસાવા ધો.8એ પોતાની શૈલીથી કોરોના જેવી વૈશ્વિક મહામારી મા સમાન્ય થતી શરદી; ખાંસી અને તાવમાં રાહત મળે તેવા હેતુથી “રોગપ્રિકારકશક્તિ માટે આયુર્વેદિક ઉકાળાના મહત્વ નો અભ્યાસ,””આ સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.તેમજ ફાલ્ગુનીબેન પટેલે 2.. વસાવા ક્રિષ્ના બેન ધો. 8ને”પરંપરાગત બળદગાડું”તે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.

બોરીદ્રા શાળાના જ 2 પ્રોજેક્ટની પસંદગી થઈ
જિલ્લાકક્ષાએ યોજાયેલા પ્રદર્શનમાં નાંદોદ તાલુકાની બોરિદ્રા શાળાના ત્રણ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યાં હતા. જેમાંથી શાળાના 2 પ્રોજેક્ટ રાજ્યકક્ષા માટે પસંદગી પામ્યા છે. તેમની સાથે જીયોરપાટી, રાજેન્દ્ર વિદ્યાલયના પ્રોજેક્ટની રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ છે.આમ બોરિદ્રા ગામ મા સંશોધન થયેલી બે પ્રોજેક્ટ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ ઓનલાઈન રજૂ થશે.

संबंधित पोस्ट

સુરતનો ઋષિ પટેલ CATમાં દેશમાં ટોપ-25માં ક્રમે, IIT દિલ્હીથી બીટેક કર્યું, લોકડાઉન થતાં ઘરે આવી 4 મહિના કેટની તૈયારી કરી

Vande Gujarat News

Man tests positive for coronavirus in UP’s Lucknow; 12 Covid-19 cases in state

Admin

આ વ્યક્તિએ ઈ-રિક્ષામાં કર્યો દેશી જુગાડ, જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે..

Vande Gujarat News

કોરોના રૂપી મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામ બજાવી રહેલ ભરૂચ 108 ઈમરજન્સી સર્વિસ ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

Vande Gujarat News

ભરૂચનું ગૌરવ:રાજ્ય કક્ષાની “શાસ્ત્રીય કંઠય સંગીત” સ્પર્ધામાં ભરૂચના 13 વર્ષના કાન્હાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

Vande Gujarat News

ઉત્તરાયણ પછી લોકોને કોરોનાની રસી મળી શકે છે, આગામી ચાર દિવસમાં ટ્રાયલ વેક્સિનનો સેકન્ડ ડોઝ શરૂ કરાશે

Vande Gujarat News