



કિસાનોને પડતી સમસ્યામાં તેમની પડખે ઉભા રહેવા લોકોને અપીલ
સરકાર દ્વારા આપવામાં આવેલા ત્રણ ભૂમિ અધ્યાદેશ રદ્દ કરવા 8મી ડિસેમ્બરે કિસાનોએ ભારત બંધનું એલાન આપ્યું છે.ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ કેટલાય સંગઠનો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે.જેમાં શહેરમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ તથા મહમદપુરા એપીએમસી માર્કેટના વેપારીઓએ પણ સમર્થન જાહેર કરીને જનતાને બંધમાં જોડાવવા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની અપીલ કરાઈ છે.
માર્કેટ સહીતના બધાજ વેપારીઓ સંગઠનો સ્વૈચ્છિક જોડાય તેવું જણાવ્યું છે. આ મામલે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે,આ કાળો કાનૂનનો વિરોધ ભારત દેશના દરેક નાગરિકો અને કિસાનોને નુકસાનકર્તા છે.કાળા બજારી થશે.અને ઉદ્યોગપતિઓનું સામ્રાજ્ય સ્થાપિત થશે તેમની સામે લડવા માટે કોર્ટમાં નહીં જવાય.કિસાનો મજદૂર બની જશે.અને ન્યાયની આશા નહિવત રહેશે.જેથી ભરુચ જિલ્લાના વેપારી એસોસીએસનોને આ બંધમાં જોડાઈને કિસાનોનો અવાજ બની એમની પડખે ઉભા રહી એક દિવસ પોતાના વેપાર ધંધા સંપૂર્ણ બંધ રાખી ભારત બંધ ના એલાન માં સહયોગ આપવા નમ્ર અપીલ છે.
જયારે યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશન, કતોપોર બજાર, જૂની માર્કેટ વેપારી એસોસીએશન કતોપોર બજાર પાસે શાકમાર્કેટના વેપારીઓ પણ ખેડૂતોને પોતાનું સમર્થન જાહેર કરીને વેપારીઓને જડબેસલાક સ્વેચ્છિક બંધને સમર્થન આપવા અપીલ કરી છે.