



ભરૂચના શહેરીજનોને હવે શું પાલિકા સસ્તુ પાણી આપશે ? શું ટેક્ષમાં થશે રાહત ? પ્રમુખે કરી સ્પષ્ટતા…
ભરૂચના એક સામાન્ય નાગરિક એ પાલિકા સત્તાધીશો અને અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યા છે કે, છેલ્લા કેટલાય સમયથી ભરૂચ નગર પાલિકા દ્વારા નર્મદા નિગમ ને પાણીના ચૂકવવાના રૂપિયા ચૂકવાતા નથી. શહેરીજનો પાસે 10 માં પાણી ના પણ રૂપિયા વસૂલવામાં આવે છે જે પરત કરવામાં આવે. નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલ ડેમ ની downstream ભરૂચ જિલ્લો આવેલો હોવાથી કાયદા મુજબ બ્લાઉઝ ટીમના લોકોને મફત પાણી સત્તાધીશોએ અને સરકારે આપવો જોઈએ.
જે બાબતે પાલિકા પ્રમુખે પણ સરકારમાં રજૂઆતો કરી હોવાની વાત કરી હતી. જો સરકાર ભરૂચ જિલ્લાવાસીઓ ને મફત પાણી આપશે તો પાણીની કિંમત બાદ કરી અને જે લાઈટ બિલ અને પાણી જે તે વિસ્તારમાં પહોંચાડવાનો ખર્ચ છે તે જ ભરૂચ ના શહેરીજનોએ ભરવાનો આવશે. તેમજ અત્યાર સુધી ટેક્સ પેટે ઉઘરાવેલા રૂપિયા ભરૂચના રોડ રસ્તા તેમજ અન્ય ભરૂચ શહેરના વિકાસના કામોમાં વાપરી હોવાનું પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા એ જણાવ્યું હતું.