



ખેડૂતોએ આપેલા ભારત બંધના એલાનમાં નહીં જોડાઈ ભરૂચની વદડલા ખાતે આવેલ એપીએમસી માર્કેટ ચાલુ રહેશે. ભરૂચના વદડલા ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડના જિલ્લાના તમામ ખેડૂતો અને વેપારી મિત્રો એ ભારત બંધથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. વેપારી મંડળે જણાવ્યું કે રાબેતા મુજબ એપીએમસી ની કામગીરી ચાલુ રહેશે.
#BharatBandh #FarmerProtest #Bharuch #APMC #VADADALA
આથી અમો વહેપારી મંડળ વડદલા માર્કેટ યાર્ડ ભરૂચ નાં સભ્યો જિલ્લાના તમામ ખેડૂતો તેમજ વહેપારી મિત્રોને *જણાવીએ* છીએ કે ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી )મુખ્ય યાર્ડ વડદલા આવતીકાલે ભારત બંધ માં જોડાવાનું નથી. રાબેતા મુજબ એ.પી.એમ.સી ની કામગીરી ચાલુ રહેશે.તેની સર્વે એ નોંધ લેવી.
લી.
વેપારી મંડળ
(ભરૂચ એ.પી.એમ.સી)
મુખ્યયાર્ડ
વડદલા