Vande Gujarat News
Breaking News
Bharuch Breaking News India Narmada (Rajpipla) Social

અમેરિકાની ખ્યાતનામ કંપની દ્વારા ભરૂચના મહાનુભાવોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

ભરત ચુડાસમા – વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ખાતે ન્યુજર્સી સ્થિત વૈશ્વિક સ્તરે પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટેની એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને તે સર્વિસ બેસ્ડ પ્લેટફોર્મ છે જે પ્રમાણપત્ર અને જરૂરી નિષ્ણાત સલાહકાર દ્વારા માનવી અને અસ્તિત્વની સંભાવના દર્શાવવા માટે શ્રેષ્ઠ તક આપે છે. તે ઇવેન્ટ્સ, કોન્ફરન્સ, ટેલેન્ટ શૉ ,મેગેઝિન, ઇ ન્યૂઝ પેપર અને વાર્ષિક વર્લ્ડ બુક (રેકોર્ડ બુક )સાથે નવીન પ્રમોશનલ માર્કેટિંગ સાથે સંકળાયેલા ક્લાયંટ-સેન્ટ્રીક રેવન્યુ મોડેલને અનુસરે છે. આ સિવાય તે વ્યક્તિત્વ અને સંસ્થાઓનું સન્માન કરે છે જે તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે અને તે વિશ્વભરના સમાજની સુધારણા માટે ફાળો આપે છે. આ ઉપરાંત, તે લોકો અને વ્યવસાયિક સંગઠનને પ્રોત્સાહિત કરવા સામાજિક, શૈક્ષણિક અને પરોપકારી પ્રવૃત્તિઓના કારણને સમર્થન આપે છે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન, અમેરિકા દ્વારા ભારતના એમાંય આજ રોજ ગુજરાત ના ભરૂચના જીલ્લા માં વિશેષ સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો . જેમાં આજ રોજ જુદી જુદી કેટેગરી પ્રમાણે સર્ટિફેક્ટ કંપની ના CEO & Founder એવા આદરણીય મિહિર ભાઈ બ્રહ્મભટ્ટ (USA) દ્વારા અને તેમના ભારત ના ડેલિગેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા .જેમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ ને તેમના સામાજીક કાર્યો ને કારણે વિશેષ ઇન્સ્પાયરિંગ હ્યુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો .

એવીજ રીતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ આદરણીય મનસુખ ભાઈ વસાવા ના વિશેષ કાર્યોને ધ્યાન માં રાખી ઇન્સ્પાયરિંગ હ્યુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

સાથે સાથે ભરૂચ જીલ્લા પોલિસ વડા આદરણીય રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ની કોરોના કાળ દરમિયાન ભરૂચ જીલ્લા માં વિશેષ કરમગીરી બદલ ઇન્સ્પાયરિંગ હ્યુમન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

ગુજરાત ના ખ્યાતનામ ગુજરાતી સિંગર એવા માનનીય અભેસિંહ રાઠોડ સાહેબ નું વિશેષ અમેઝિંગ ટેલેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો .


ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અને કંપની ના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ અને તેમના ડેલિગેશન અને વિશેષ વ્યકતિઓ ની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા . જેમાં ભરૂચ જીલ્લા એજ્યુકેશન ઓફિસર (DEO ) શ્રી નવીનતભાઈ મહેતા, ભરૂચ જીલ્લા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતતા બહેન મિસ્ત્રી, ભરૂચ જીલ્લા ઉદ્યોગપતિ ભાવિકભાઈ બારોટ જ્યોતિ ડોરા, જીગર બારોટ દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે .ત્યારે સૌએ જણાવેલ કે આ એવોર્ડ ની નોંધ એ એક ગુજરાતી તારીખે અને સમગ્ર ભરૂચ જીલ્લા માટે ગૌરવની વાત છે. આ એવોર્ડ થી ભરૂચ જિલ્લામાં સર્વત્ર હર્ષ ની લાગણી ફેલાઇ જવા પામી છે. સાથે સાથે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપની ના ફાઉન્ડર મિહિર બ્રહ્મભટ્ટ એ સૌ સાથે ટેલિફોનક વાતચીત કરી અને આવનારા દિવસૌ માં સમગ્ર ભરૂચ જીલ્લા માં વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં ની તૈયારી શરૂ કરવામાં આવશે એવી પણ વાત કરી અભિનંદન અને શુભકામના પાઠવી .

संबंधित पोस्ट

લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ, જમણવાર!

Vande Gujarat News

પહાડ બને એટલા કરોડો રૂપિયા ED એ માત્ર 4 વર્ષમાં જપ્ત કર્યા, આખરે આ રૂપિયા જાય છે ક્યાં?

Vande Gujarat News

રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી ભરૂચ કલેકટરને લમ્પી વાઇરસ મુદ્દે અપાયુ આવેદન 

Vande Gujarat News

कमला हैरिस के खिलाफ नस्लभेदी और सेक्सुअल कंटेंट को फेसबुक ने हटाया

Vande Gujarat News

Exclusive : પોસ્ટ વિભાગે બનાવ્યા રક્ષાબંધન નિમિતે પ્રસંગને અનુરૂપ ખાસ રાખી કવર, જુઓ બહેનો માટે ખાસ બનાવેલા આ કવર ની શું છે વિશેષતા

Vande Gujarat News

અંકલેશ્વર માનવ નિર્મિત સંસ્થા મદદ હેલપિંગ હેન્ડ્સ સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ

Vande Gujarat News