



ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર ટાયરો સળગાવી કર્યો ચક્કાજામ
ભરત ચુડાસમા – નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધ (Bharat Bandh) ને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધમાં ગુજરાતના કેટલાક ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાશે, આ વિરોધના પગલે આજે ગુજરાતમાં મોટાભાગની APMC બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. પરંતુ મોડી રાત્રે ગુજરાતમાં કેટલાક શહેરોમાં ટાયર સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બીજી તરફ, વિરોધને પગલે ગુજરાત પોલીસ દ્વારા કેટલાક ખેડૂત અગ્રણીની પહેલેથી જ અટકાયત કરી લેવાઈ હતી. તો અનેક શહેરો અને ગુજરાતની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. ખેડૂતોના ભારત બંધ (Bharat Bandh) ને કોંગ્રેસ સહિત દેશના 10થી વધુ રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે. ભારત બંધમાં ગુજરાતના કેટલાક ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રેડ યુનિયનો જોડાશે, આ વિરોધના પગલે આજે ગુજરાતમાં મોટાભાગની APMC બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે.
પરંતુ મોડી રાત્રે ગુજરાતમાં કેટલાક શહેરોમાં ટાયર સળગાવીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બીજી તરફ, વિરોધને પગલે ગુજરાત પોલીસ દ્વારા કેટલાક ખેડૂત અગ્રણીની પહેલેથી જ અટકાયત કરી લેવાઈ હતી. તો અનેક શહેરો અને ગુજરાતની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.
ટાયર સળગાવી વિરોધ કરાયો
ભરૂચમાં ભારત બંધના પગલે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી.
ભરૂચ પોલીસે ભારત બંધના એલાન ના પગલે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વહેલી સવારથી જ કોંગી અગ્રણીઓ ની પણ અટકાવતો શરૂ કરી હતી. પોલીસે જિલ્લામાં તમામ કોંગ્રેસી નેતાઓ અને આગેવાનોને નજરકેદ કર્યા હતા.
ભરૂચના કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા તેમજ યુવા આગેવાન સમસાદ અલી સૈયદ, વિકી શોખી, રાધે પટેલ સહિતના આગેવાનોની શ્રાવણ ચોકડી પરથી અટકાયત કરવામાં આવી.
વિરોધ પક્ષના નેતા સલીમ અમદાવાદી અને લોકસરકાર ના આગેવાન ઝુુબેર પટેલને વહેલી સવારથી જ તેમના ઘરેથી પોલીસે અટકાયત કરી અને બી ડિવિઝન પોલીસ મથકમાં લાવી બેસાડી દીધા હતા.
ભરૂચના બે એપીએમસીમાં એક ચાલુ એક બંધ
ભારત બંધના એલાનના પગલે ભરૂચના વડદલા ખાતે આવેલ એપીએમસીના વેપારીઓ અને ખેડૂતો એ બંધ ને જાકારો આપ્યો છે. અને રાબેતા મુજબ એપીએમસી ની કામગીરી ચાલુ રહી હતી વેપારીઓએ વહેલી સવારથી જ દુકાનો ખોલી અને પોતાના વેપાર-ધંધા ચાલુ રાખ્યા હતા.
જ્યારે ભરૂચના મોહમ્મદ પુરા ખાતે આવેલ એપીએમસીના વેપારીઓ ભારત બંધને સમર્થન આપી અને સજ્જડ બંધ પાળ્યું છે.
મોહમ્મદ પુરા ખાતે આવેલ એપીએમસીના વેપારીઓ એ ધંધા-રોજગાર થી દૂર રહી અને બંધને સમર્થન આપ્યું છે.
ભરૂચમાં નહિવત અસર
ખેડૂતોના ભારત બંધની ભરૂચ શહેરના અને જિલ્લામાં કેટલા એ વિસ્તારમાં નહિવત અસર જોવા મળી.
સવારના સમયે તમામ વાહનવ્યવહાર સામાન્ય જોવા મળ્યો. સવારના સમયે ઘરનું ગુજરાન ચલાવવા રીક્ષાઓ રસ્તા પર દોડતી જોવા મળી.
સવારના 6 થી 8 દરમિયાન પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષાચાલકો બહાર નીકળ્યા હતા. તો મુસાફરોને પરેશાની ન થાય તે માટે સવારે રિક્ષાઓ ચાલુ રખાઈ હતી.
ભરૂચ શહેરના મધ્યમાં પણ દુકાનદારો અને વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખ્યા હતા, અને જાણે ભારત બંધ જેવું કંઈ છે. તેમ ભરૂચમાં ભારત બંધની અસર નહિવત દેખાઈ હતી