



કૃષિ સુધારણા બિલને ખેડૂત સમાજ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સમર્થન
નેત્રંગમાં યુવા કોંગ્રેસ પ્રમુખને અને વાલિયામાં ખેડૂત સમાજના પ્રમુખને ડિટેઇન કરાયા હતા.
અતુલ પટેલ – બીજેપી સરકારે જ્યારથી કૃષિ સુધારણા બિલ પાસ કર્યું છે ત્યારથી પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ તેનો વિરોધ્ધ કરી લાખોની સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી હતી.તેમની સાથે પાંચથી છ વખત નિરાકરણ માટે મંત્રણાઓ પણ થઈ જે દરેક બેઠક અનિર્ણાયક રહી હતી.ત્યારે આ આંદોલનને જન સમર્થન મળે તે માટે આજરોજ ભારત બંધનું એલાન કરાયું હતું.જેને કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી અને ખેડૂત સમાજે સમર્થન આપ્યું હતું.આજે બંધના એલાનને લઈ વાલિયા તાલુકામાં 90 % ધંધો રોજગાર ચાલુ રહ્યો હતો. જ્યારે નેત્રંગમાં સવારથી જ દુકાનો અને બજારો બંધ રહેતા ભાજપના બંધ નહિ રાખવાના સોસીયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજ છતાં 95 % સ્વેચ્છિક બંધ રહ્યું હતું.નેત્રંગમાં સવારે ચાર રસ્તા ઉપર યુવા કોંગ્રેસના કાર્યકરો ભેગા થતા તેમને પોલીસે ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.જ્યારે વાલિયા તાલુકાના દેસાડના રહીશ ખેડૂત સમાજ ભરૂચ જિલ્લા પ્રમુખને વાલિયા આવતા રસ્તે જ પોલીસે ડિટેઇન કરી તેમની સાથે અન્ય ત્રણ સભ્યોને પણ વાલિયા પોલીસ સ્ટેશન ઉપર લઈ જવાયા હતા।
ભારત બંધના સમર્થનમાં નેત્રંગ તાલુકા ના બજાર બંધ રહ્યા હતા. યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ સહિત યુવા કોંગ્રેસના મોસીન પઠાણ, અને અન્ય આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.આ સરકાર ખેડૂતોને પાયમાલ કરી નાખશે .જેથી અમે ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા હતા તે પણ અમોને પોલીસે ડિટેઇન કરી લીધા હતા.
: શેરખાન પઠાણ યુથ કોંગ્રેસ પ્રમુખ નેત્રંગ
ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં સમગ્ર ભરૂચ જિલ્લા અને ગુજરાત ખેડૂત સમાજ છે.અમારા આંદોલનને કચડી કાઢવા માટે ગુજરાત સરકારે લોકશાહીની પરંપરા વિરૂધ્ધ પોલીસને આગળ કરી આ આંદોલન કચડી નાખવાના પ્રયાસો કર્યા છે.મારે ઘરે રાત્રે 11 વાગ્યે પોલીસ આવેલ ત્યારે કહેલ અમે કોઈ અસામાજિક તત્વો નથી અમે અમારા હક્કની લડાઈ લડી રહેલા બંધુઓને સહકાર આપીએ છે .અમે સરકારની દરેક ગાઈડલાઈનનો અમલ કરશું કોઈપણ ખોટું પગલું અમે નહિ ભરીયે આજે આમોદ સરભાણથી લઈ નેત્રંગ સુધીના ખેડૂતોને મળવાનું હતું ભેગા થવાના હતા .પત્રકાર પરિષદ પણ કરવાની હતી ખેડૂતોને સમર્થન માટે આજે જગતના તાંતને કોણ સહકાર આપે છે આ કાળા કાયદાનો વિરોધ્ધ કરીયે છીએ અમે .આ ત્રણ જે અધ્યાદેસ છે તેની ક્યારેય ખેડૂતોએ માંગણી નથી કરી.ખેડૂતોએ તેમના ઉપર થઈ ગયેલા દેવા નાબુદી,જીએસટી અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ છે અને પોષણક્ષમ ભાવ માંગ્યો છે.144 ની કલમ ગુજરાત સરકારે જે આજે લગાવી તે ખરેખર ખેડૂતોને અન્યાય છે.
: મહેન્દ્રસિંહ કરમરીયા ,પ્રમુખ ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ.દેસાડ.