



સંજય પટેલ – પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરનો જીર્ણોધ્ધાર મહોત્સવ ગ્રામજનોના સહયોગથી થઈ રહ્યો છે. જે અંતર્ગત વિવિધ ધાર્મિક પૂજા પાઠ વિદ્વાન બ્રાહ્મણ થકી સંગીતમય શૈલીમાં કરાવવામાં આવી રહ્યો છે.
આણંદ તાલુકાના નાવલી ગામના ચાર ભાઈઓમાંથી બે ભાઈ બોરસદ અને બે ભાઈઓ આશરે ત્રણસો વર્ષ પહેલા આજના વાવલી ગામે આવેલા. આજે પણ બોરસદ ગામે વાવલી પર્વત આવેલ છે. આ ભાઈઓ નાવલી થી આવેલા જેનેલઇ વાવલી નામ પડ્યું હતું અને ત્યારથી જ આ મંદિરની સ્થાપના થયેલી, તેમ જાણકારો દ્વારા જણાવ્યું હતુ.
કાશી વિશ્વનાથ મંદિર પૌરાણિક હોય ગ્રામજનોના સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો શુભ સંકલ્પ ગામ અને તાલુકા અગ્રણી એ જ કે પટેલને આવતા સદર મંદિર લાલ ગુલાબી પથ્થરનું છ માસમાં તૈયાર કરવામાં આવ્યું. મંદિરની પૌરાણિક મૂર્તિઓને પોલિશ કરાવી સોનાનાં ઘરેણાં ચડાવાયા. આ સહિત મંદિરમાં ગણપતિજી હનુમાનજી પાર્વતી માતા નંદી શિવલિંગની મુખાકૃતિ બિરાજમાન કરવામાં આવશે. મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવમાં વિવિધ ધાર્મિક પૂજાપાઠ જેમાં જલયાત્રા ગણપતિ પૂજન રુદ્ર પાઠ દુર્ગા પાઠ વિષ્ણુ પાઠ શોભાયાત્રા સ્થાપન વિધિ સહિત પૂજન વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંગીતમય શૈલીમાં કરાવવામાં આવી રહી છે. કોરોના મહામારી ધ્યાને લઇ દરેક વ્યક્તિનું સેનિટાઇઝરથી હાથ સફાઈ તથા મોઢે માસ્ક ફરજિયાત પણે પહેરાવવામાં આવે છે. આમ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.