



સંજય પટેલ – ભારત સરકાર દ્વારા ત્રણ ભુમી અધ્યાદેશ રદ્દ કરવા બાબતે છેલ્લા બાર દિવસથી આંદોલન ચાલુ છે. તેમાં કિસાન યુનિયન અને ભારત સરકાર વચ્ચે સમાધાન નહીં થવાથી ખેડુતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જુદાજુદા સંગઠનો તથા કોંગી આગેવાનો ભારત બંધના એલાનમાં જોડાવા ને સફળ બનાવવા અપીલ કરી હતી.
જે અનુસંધાને કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની આગેવાનીમાં એસટી ડેપો સર્કલ ખાતે ચક્કાજામના કાર્યક્રમનું સુરસુરીયું થઈ ગયું હતું. ચક્કાજામ કરતા પહેલા જ ધારાસભ્ય અને તેમની કોંગી મંડળીએ પોલીસ સામે તરત જ નમતું મૂકી દીધું હતું. જાણે પહેલેથી જ બધું સેટ હોય તેમ કોંગી આગેવાનોએ સામે ચાલીને પોલીસ પાસે અટકાયત વહોરી હતી તેવું લોકમુખે ચર્ચાતું હતું.
જંબુસર પોલીસે ચક્કાજામ કરી રહેલા ધારાસભ્ય સહિત સહિત જેટલા કોંગી આગેવાનો કાર્યકરો ની અટક કરવામાં આવી હતી. ભારત બંધના એલાનને જંબુસર ખાતે નબળો પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું.
જંબુસર નગરમાં ગણીગાંઠી દુકાનો બંધ હોવાની નજરે પડતી હતી. બાકી બજારો ખુલ્લાં નજરે પડયાં હતાં. ભારત બંધના એલાનને પગલે જંબુસરમાં કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.