



સ્ટીલના ઉત્પાદન અને વેપારમાં સંકળાયેલી કંપનીએ પોતાના રોજમદારોને કંપનીના બોગસ ડાયરેકટર બનાવ્યા હતા
(પીટીઆઇ) નવી દિલ્હી,
સ્ટીલનું ઉત્પાદન અને વેપાર કરતી ઓડિશા સિૃથત કંપની પર આવક વેરા વિભાગે દરોડા પાડતા ત્યાંથી રૂપિયા 170 કરોડનું કાળુ નાણું ઝડપાયું હતું અને રોજમદારોને કંપનીના બોગસ ડાયરેકટર બનાવ્યા હોવાનું પણ ઘટસ્ફોટ થયો હતો, એમ સીબીડીટીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
રૂરકેલામાં અને તેની આસપાસમાં એકમો ધરાવતી કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા.’આ કંપની 17 બનાવટી કંપનીઓના નામે બે નાણાકીય વર્ષ માટે આશરે રૂપિયા 170 કરોડની બોગસ ખરીદી બુકીંગ કરતી હતી’એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સીસ (સીબીટીડી)એ એક નિવેદનમમાં કહ્યું હતું.
આવક વેરા વિભાગનું અિધકૃત્ત એકમ એવા આવક વેરા વિભાગે કંપનીનું નામ આપ્યું નહતું. પરંતુ કહ્યું હતું કે તમામ 17 કંપનીઓ અને તેની સાથે સંકળાયેલા લોકોએ સર્ચ ઓપરેશન દરમિયાન પોતાના નિવેદનોમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમને તો ખબર જ નથી અમારા નામે આવો વેપાર પણ કરાયો હતો. ‘તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ બોગસ લોકો અને કંપનીઓના બેન્ક ખાતામાંથી તમામ રકમ રોકડેથી ઉપાડી લેવામાં આવી હતી.કંપનીના તમામ માલિકો અને ડોયરેકટરો કંપનીના જ રોજમદારો અને મજુરો છે તેમજ આિર્થક રીતે પછાત પરિવારમાંથી આવે છે’એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.