Vande Gujarat News
Breaking News
Breaking NewsIndiaIntrestingNationalNatureWorld News

એવરેસ્ટની નવી ઊંચાઈ જાહેર : 8848.86 મીટર, અગાઉ કરતા 86 સેન્ટિમીટર વધુ

વિશ્વના સૌથી ઊંચા શિખરની ઊંચાઈ નવા શિખરે

ચીન-નેપાળે ઊંચાઈ માપવા સંયુક્ત અભિયાન હાથ ધર્યું હતું

ભારતે  1954માં માપેલી (8848 મીટર) ઊંચાઈ અત્યાર સુધી માન્ય ગણાતી હતી

કાઠમંડુ,

જગતના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં 86 સેન્ટિમીટરનો વધારો નોંધાયો છે. ચીન અને નેપાળના સંશોધકોએ મળીને આ નવી ઊંચાઈ માપી 8848.86  મીટર (29,032 ફીટ)નો નવો આંકડો જાહેર કર્યો હતો.

આ શિખર નેપાળ અને ચીનની સરહદ પર આવેલું છે, માટે બન્ને દેશોએ આ કવાયત કરી હતી. આ પહેલા એવરેસ્ટની ભારતે માપેલી ઊંચાઈ જગમાન્ય ગણાતી હતી. સર્વે ઓફ ઈન્ડિયાએ છેલ્લે 1954માં એવરેસ્ટની ઊંચાઈ માપી હતી, જે 8848 ફીટ (29029 ફીટ) નોંધાઈ હતી. નવી ઊંચાઈમાં ફેરફારનું કારણ આધુનિક સાધનોનો ઉપયોગ અને એવરેસ્ટના કદમાં કુદરતી રીતે થતો વધારો છે.

આખો ભારત જે ભૂસ્તરિય પ્લેટ પર છે, એ પ્લેટ ઉત્તર તરફ સરકી રહી છે અને તેના દબાણને કારણે એવરેસ્ટ દર વર્ષે અમુક મિલિમીટર જેટલો ઊંચો થાય છે. ચીને પોતાની રીતે ઊંચાઈ માપીને વારંવાર આંકડા જાહેર કર્યા હતા અને નેપાળને એ આંકડા સ્વિકારવા દબાણ કર્યું હતું. નેપાળ એ માટે તૈયાર થયું ન હતું. એટલે છેવટે બન્ને દેશોએ સાથે મળીને ઊંચાઈ માપવાની કામગીરી આરંભી હતી.

2015માં આવેલા ભુકંપને કારણે પણ એવરેસ્ટની ઊંચાઈમાં થોડો ફેરફાર થયો હતો. ચીને 1975માં અનેે 2005માં એમ બે વખત પોતાની રીતે ઊંચાઈ માપીને આંકડા જાહેર કર્યા હતા. પરંતુ એ નેપાળ સરકારે માન્ય રાખ્યા ન હતા.  એવરેસ્ટનો મોટો હિસ્સો નેપાળમાં હોવાથી નેપાળની સહમતી વગર નવી ઊંચાઈ જાહેર કરવાનો ચીન માટે કોઈ અર્થ ન હતો.

ઊંચાઈ કઈ રીતે મપાઈ?

દરેક ઊંચાઈ સમુદ્ર સપાટીને તળિયું ગણીને માપવામાં આવે છે. ભારતે બંગાળના અખાતની સપાટીના સંદર્ભમાં ઊંચાઈ માપી હતી અને નેપાળ પણ સપાટીને સંદર્ભ માની ચાલતું હતું. ચીને પીળા સમુદ્રના સંદર્ભમાં ઊંચાઈ માપી હતી.

પરંતુ હવે જીપીએસ દ્વારા મળતી માહિતી, ટ્રિગોનોમિટ્રિ (ત્રિકોણમિતિ) વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નેપાળ અને ચીનના સંશોધકોની ટીમ અલગ અલગ રીતે એવરેસ્ટ પર પણ ગઈ હતી. નેપાળે આસપાસના બાર શિખર સાથે સરખામણી કરી હતી. એમ વિવિધ રીતે માપણી કરીને અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો.

રાધાનાથ સિકદરે સૌથી પહેલા ઊંચાઈ માપી હતી

જીપીએસ અને બીજી જાત-ભાતની ટેકનોલોજી હવે તો ઉપલબ્ધ છે. પણ એવું કંઈ ન હતું, ત્યારે 1856માં ભારતીય ગણિતશાસ્ત્રી અને સર્વે ઓફ ઈન્ડિયાના કર્મચારી રાધાનાથ સિકદરે જાહેર કર્યું હતું કે આ શિખર જગતનું સૌથી ઊંચું છે. ત્યારે તેનું નામ એવરેસ્ટ ન હતું.

અંગ્રેજ અધિકારી જ્યોર્જ એવરેસ્ટ સાથે રાધાનાથ ગ્રેટ ઈન્ડિયન સર્વેમાં સંકળાયેલા હતા અને આખા દેશના નકશા સહિતની ભૂગોળ માપન કામગીરી કરતા હતા. ત્યારે એ શિખર નકશામાં માત્ર નંબરથી ઓળખાતું હતું.

જ્યોર્જ એવરેસ્ટની નિવૃત્તિ પછી તેના સ્થાને આવેલા એન્ડ્ર્યુ સ્કોટે બ્રિટિશ સરકારને પ્રસ્તાવ મોકલ્યો કે જગતના સૌથી ઊંચા શિખરને સર એવરેસ્ટનું નામ આપવું જોઈએ. એટલે એવરેસ્ટનું નામ અપાયું, જેઓ ક્યારેય શિખર સુધી ગયા ન હતા, કે શિખર જોયું પણ ન હતું.

એવરેસ્ટની ઊંચાઈ કેટલી?

વિવિધ તબક્કે વિવિધ ઊંચાઈ નોંધાઈ છે.  અત્યાર સુધી 1954માં મપાયેલી ઊંચાઈ ફાઈનલ મનાતી હતી, હવે નવી ઊંચાઈ સ્વિકારાશે.

માપન વર્ષ

માપનાર

ઊંચાઈ (મીટર/ફીટ)

૧૯૫૪

ભારત

૮૮૪૮ / ૨૯૦૨૯

૧૯૭૫

ચીન

૮૮૪૮.૧૩ / ૨૯૦૨૯.૩૦

૧૯૮૭

ઈટાલી

૮૮૭૨  / ૨૯૧૦૮

૧૯૯૨

ઈટાલી

૮૮૪૬/૨૯૦૨૩

૧૯૯૯

અમેરિકા

૮૮૪૯.૮૬ /  ૨૯૦૩૫

૨૦૦૫

ચીન

૮૮૪૪.૪૩ / ૨૯૦૧૭

૨૦૨૦

ચીન-નેપાળ

 ૮૮૪૮.૮૬ /૨૯૦૩૨

संबंधित पोस्ट

AMU 100 Years: शताब्दी वर्ष पर एएमयू के हॉस्टल छात्रों को पीएम मोदी ने दिया ये टास्क

Vande Gujarat News

પાણી-પુરવઠાની ૬ જેટલી વિવિધ યોજનાના ખાતમુહૂર્ત કરવા આવનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમની તડામાર તૈયારી

Vande Gujarat News

મોદીના આગમન સમયે એમ્બ્યુલન્સ અટવાઇઃ પોલીસે માર્ગ કરી આપ્યો, ચાંગોદર ઝાયડસ સામે જ બનેલી ઘટના

Vande Gujarat News

જંબુસર ચોકડીથી મહમદપુરા રોડ પરના દબાણોનો સફાયો, પોલીસ-ભરૂચ પાલિકાની ટીમે દરોડો પાડતા દબાણકારોમાં ફફડાટ

Vande Gujarat News

આમલાખાડી પાસે ટ્રક પલટી, ટ્રકે કારને ટક્કર મારતા આગળની કારમાં ભટકાઇ

Vande Gujarat News

सारा तेंदुलकर और शुभमन गिल ने एक जैसे कैप्शन के साथ शेयर की तस्वीर, दोनों हो गए ट्रोल

Admin