



ડીસાના મહિલા પ્રોફેસરને 2020 નો મહિલા શક્તિ સન્માન એવોર્ડ એનાયત
વિશ્વ સંવાદ પરિષદ અને ગુજરાત રાજ્ય સોશિયલ સર્વિસ અને મોટી વેટર પરિવાર તરફથી 2020 ના વર્ષનું મહિલા શક્તિ સન્માન એવોર્ડ ડીસાના ડૉ અવનીબેન આલ ને મળતા મિત્ર વર્તુળ અને શુભેચ્છકોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
દર વર્ષે ગ્રામીણ વનવાસી ક્ષેત્રના ગરીબ પરિવારના બાળકોના સ્વાસ્થ્ય સ્વચ્છતા લાવવા ઉપરાંત શિક્ષણનો અધિકાર આપવાની જાગૃતતા લાવવી તથા આર્થિક, શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવા, અસહાય લોકોની સેવા કરવી, વગેરે કારણોને ધ્યાનમાં રાખી મહિલા શક્તિ સન્માન એવોર્ડ આપવામાં આવે છે.
જે આ વર્ષે રબારી સમાજ માંથી ઉચ્ચ શિક્ષણ મેળવી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસરની પદવી પર બિરાજમાન ડૉ. અવનીબેન આલને મળતા સમગ્ર રબારી સમાજ ગૌરવવંતો થયો છે.