



મૂળ ગુજરાતના એવા ઈન્ડિયન ક્રિકેટ ટીમના ખેલાડી પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે પોતાના ટ્વિટર માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, પાર્થિવ પટેલ 24 જાન્યુઆરી 2018માં છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા હતા. પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયામાં સૌથી નાની ઉંમરના વિકેટકીપર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. પાર્થિવ પટેલ ટીમ ઈન્ડિયા તરફથી 25 ટેસ્ટ મેચ રમ્યા છે, જેમાં તેમણે 934 રન બનાવ્યા છે અને 6 સદીઓ પણ ફટકારી છે.
પાર્થિવ પટેલે ટ્વિટર પર ટ્વિટ કરી જણાવ્યું કે, ‘હું આજે પોતાના 18 વર્ષ લાંબા ક્રિકેટ કેરિયરને અલવિદા કહી રહ્યો છું. બીસીસીઆઈએ મારા પર વિશ્વાસ દાખવતા મને માત્ર 17 વર્ષની ઉંમરમાં ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો આપ્યો હતો. BCCIએ જે રીતે મારો સાથ આપ્યો છે, તેના માટે હું હંમેશા તેમનો આભારી રહીશ.’