



ભરત ચુડાસમા- અમદાવાદ અખબાર નગર અંડર બ્રિજમાં BRTS અકસ્માત થયો છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું કે બસની આગળ જઈ રહેલ વ્હીકલને બચાવા જતા ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે BRTS ના ચાલકે સંતુલન ગુમાવતા બસ અંડર પાસના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઈ. આ બનાવમાં ડ્રાઇવર સહિત 4 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે પિલ્લર સાથે અથડાતા જ BRTS ના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.