



કાશ્મીર ખીણ પ્રદેશમાં પુલવામા જિલ્લાના તિકેન ગામમાં સુરક્ષા દળોએ અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યાં છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આતંકીઓ છૂપાયા હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
છૂપાયેલા આતંકીઓએ સુરક્ષા દળોના જવાનો પર ગોળીબાર કર્યો હતો. બંને તરફથી થયેલ ગોળીબારમાં એક નાગરિકના ઘાયલ થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. હાલમાં મૃતક આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.