



ટ્વીટર ઈન્ડિયાએ શેર કરેલી જાણકારી પ્રમાણે કોરોના મહામારીમાં પ્રધાનમંત્રીએ ઘરે રહી દીપ પ્રજ્વલિત કરી એકતાનો સંદેશ આપવા કરેલુ ટ્વીટ સૌથી વધુ રિટ્વીટ થયુ
કોરોના કાળમાં પોતાના ઘરમાં દીપ પ્રજ્વલિત કરવાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર કરેલા ટ્વીટે એક રેકોર્ડ બનાવી દીધો છે..ટ્વીટર પર વર્ષ 2020માં રાજનીતિમાં સૌથી વધુ રિટ્વીટ થનારુ ટ્વીટ બની ગયુ છે..5 એપ્રિલ 2020ના રોજ પ્રધાનમંત્રીએ આ ટ્વીટ કર્યુ હતુ…આ ટ્વીટ એક લાખ 7 હજાર એકસોથી વધુ વાર રિટ્વીટ થયુ હતુ..પીએમ મોદીએ રાત્રે 9 કલાકે કરેલા સંબોધનમાં લોકોને પોતાના ઘરમાં રહી એકજૂથ હોવાનો પ્રતિકાત્મક સંદેશ આપવા દીવો પ્રગટાવવા અપીલ કરી હતી.ટ્વીટર ઈન્ડિયાએ આ જાણકારી શેર કરી છે..
પ્રધાનમંત્રીએ કરેલું ટ્વીટ જોવા ક્લીક કરો
https://twitter.com/narendramodi/status/1246830985288642560?s=20
તો વર્ષ 2020માં ટ્વીટર પર સૌથી વધુ લાઈક મળ્યા હોય તે શ્રેણીમાં વિરાટ કોહલીનું ટ્વીટ જોવા મળ્યુ છે..વિરાટ કોહલીએ જાન્યુઆરી 2021માં પોતે પિતા બનવાનો છે તેવી જાણકારી ટ્વીટર પર પોતાના ચાહકોને આપી હતી..આ ટ્વીટને વર્ષ 2020માં 6 લાખથી પણ વધુ લાઈક મળ્યા છે…
વિરાટ કોહલીનું ટ્વીટ જોવા ક્લીક કરો
https://twitter.com/imVkohli/status/1298856026544906240?s=20
તો સ્પોર્ટસ ક્ષેત્રે મહેન્દ્નસિંહ ધોનીએ પોતાની નિવૃત્તિ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલા પત્રને ટ્ટીટ પર પોસ્ટ કર્યો હતો..ધોનીનું આ ટ્વીટ સૌથી વધુ રિટ્વીટ થયુ છે..
ધોનીનું ટ્વીટ જોવા ક્લીક કરો
https://twitter.com/msdhoni/status/1296362680580636672?s=20
તો બિઝનેસ જગતમાં સૌથી વધુ જેના રિટ્વીટ થયા હોય તે શ્રેણીમાં નામ આવ્યુ છે ઉદ્યોગપતિ રતન તાતાનું..રતન તાતાએ કોવિડ-19થી પ્રભાવિત લોકો માટે મદદની જાહેરાત ટ્વીટર પર કરી હતી..
રતન તાતાનું ટ્વીટ જોવા ક્લીક કરો
https://twitter.com/RNTata2000/status/1243852348637605888?s=20
જ્યારે તમિલ કલાકાર વિજયે પોતાના પ્રસંશકો સાથે લીધેલી સેલ્ફી પણ સૌથી વધુ વખત રિટ્વીટ થઈ છે..10 ફેબ્રુઆરી 2020ના રોજ વિજયે આ સેલ્ફી ફોટો ટ્વીટ કર્યો હતો..જેને 1.61 લાખ વાર રિટ્વીટ થયો છે.
તમિલ કલાકારનું જુઓ આ ટ્વીટ
https://twitter.com/actorvijay/status/1226863840513515520?s=20
ટ્વીટર ઈન્ડિયાએ 1 જાન્યુઆરી 2020થી 15 નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં થયેલા કુલ ટ્વીટ, રિટ્વીટ અને લાઈક વગેરેના મૂલ્યાંકનના આધારે યાદી જાહેર કરી છે..જેમાં વર્ષના ટોપ ટ્રેન્ડ દર્શાવવામાં આવ્યા છે.