



નેત્રંગના ગાંધીબજાર વિસ્તારના બે મકાનોને બળીને ખાખ થઇ જતાં ભારે આથિૅક નુકસાન પહોંચ્યું હતું.
દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ તાલુકા મથકના ગાંધીબજાર વિસ્તારના તુલસી ફળીયામાં રહેતા સુરજબેન લક્ષ્મણભાઇ વસાવા અને બબલીબેન વિઠ્ઠલભાઈ પરમાર મજુરીકામ કામ કરીને ઘરગુજરાન ચલાવી જીવનનિવૉહ કરે છે. પોતાના નિત્યક્રમ રાત્રીએ જમી-પરવીને રાત્રી સમયે સુઇ ગયા હતા. એકાએક સવારના પાંચ વાગ્યાની અરસામાં કોઇ અગમ્યા કારણોસર મકાનમાં આગ લારતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પરિવાર સભ્યો અને આજુબાજુના રહીશોએ આગને બુઝાવવા માટે ભરપુર પ્રયાસો કયૉ હતા. પરંતુ આગની ઝપેટમાં કાળી મજુરી કરીનેે વસાવેલ મિલકત પોતાની નજર હાં જ બળીને ખાખ થઇ ગઇ હતી. જેેમાં પલંગ, બેડ, પંખા, ટ્યુબલાઇટ સહિતના જીવજરૂરીયાતની ચીજવસ્તુનો તમામ પ્રકારનો સામાન બળીને ખાખ થઇ જતાં ભારે નુકસાન થયાના અહેવાલ મળ્યા છે. સદનસીબે બનાવના પગલે ઘર-પરીવારના સભ્યોને કોઇ ઇજા-જાનહાની થઇ ન હતી. આ બાબતે જવાબદાર લોકોે પંચકેશ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.