



કોરોના ના કારણે મુખ્યમંત્રી ને ટપાલ દ્વારા આવેદનપત્ર મોકલવામાં આવ્યું.
દિવ્યાંગ મિસ્ત્રી – રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગ ની નિતી બંધ કરવામાં આવે તેમજ વર્ગ ચારની ભરતી શરૂ કરાવવા માટે નેત્રંગ રેફરેલ હોસ્પિટલ ના વર્ગ ચાર ના કર્મચારીઓ મેદાનમાં આવી ગત રોન રાજ્ય ના મુખ્યમંત્રી ને ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવ્યું હતું.
નેત્રંગ રેફરેલ હોસ્પિટલમાં વર્ગ ચારના કર્મચારીઓ કેન્દ્રક પ્રથા મુજબ ભરતી કરવામાં આવ્યા છે. જેને લઇને કર્મચારીઓનું શોષણ થતું હોવાને લઈને ઓછા વેતન ને મજબૂરીમાં કામગીરી કરવી પડતી હોય છે. ત્યારે કર્મચારીઓના એક સંગઠન દ્વારા સરકાર સામે આઉટસોર્સિંગ ની નિતી બંધ કરાવવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે હાલમાં કોરોના વાયરસ ને લઈને એક જગ્યાએ એકત્રિત થવાની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવાનું સૂચન મળતાં નેત્રંગ ખાતે રેફરલ હોસ્પિટલ( સામુહિક આરોગ્ય કેન્દ્રમાં) આઉટસોર્સિંગ હેઠળ ભરતી થયેલ વર્ગ-૪ના કર્મચારીઓ એ તારીખ ૪ થી ડિસેમ્બર 2020 ના રોજ પોતાના માંગણીઓ સંદર્ભમાં ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.