



આર્મી ચીફની આ યાત્રા ઐતિહાસિક બની રહેશે, કારણ કે કોઈ ભારતીય આર્મી ચીફ પહેલીવાર યુએઈ અને સાઉદી આરબની યાત્રા કરી રહ્યા છે.
ઈન્ડિયન આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે 9 થી 14 ડિસેમ્બર 2020 સુધી સંયુક્ત આરબ અમીરાત (UAE) અને સાઉદી અરબની યાત્રા પર રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમ્યાન તેઓ પોતાના સમકક્ષ સેનાના અધિકારીઓ સાથે મુલાકાત કરશે.
ઈન્ડિયન આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે 9 થી 10 ડિસેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત (UAE) ની યાત્રા કરશે જ્યાં તેઓ બંને દેશો વચ્ચેના રક્ષા સંબંધો મજબૂત કરવા પર ચર્ચા કરશે.
યુએઈ બાદ 13 થી 14 ડિસેમ્બર 2020 સુધી તેઓ યાત્રાના બીજા તબક્કામાં સાઉદી અરબ જશે, અને ત્યાં પણ પોતાના સમકક્ષ સેના અધિકારીઓ સાથે બંને દેશની સુરક્ષાના પ્રશ્નો પર ચર્ચા કરશે.
ઉપરાંત તેઓ સાઉદી અરબના રૉયલ સાઉદી લેન્ડ ફોર્સના મુખ્યાલય, સંયુક્ત બલ કમાન મુખ્યાલ્યા અને કિંગ અબ્દુલ અઝીઝ સૈન્ય એકેડમીની પણ મુલાકાત લેશે. તેઓ સાઉદી અરબની રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધન પણ કરશે.