



- પાલિકાની ટીમે તાત્કાલિક રિપેરિંગ શરૂ કર્યું
- ભરશિયાળે ચોમાસાની ઋતુ જેવા પાણી ભરાયા
ભરૂચ શહેરના ફાંટા તળાવ વિસ્તારમાં નગરપાલિકાની પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વ્યય થયો હતો.લીકેજ અંગે પાલિકાના વોટર વિભાગમાં જાણ કરવામાં આવતા ટીમે દોડી આવીને તાત્કાલિક ધોરણે સમારકામ ચાલુ કર્યું હતું.
બુધવારના રોજ શહેરના ઢાલ નજીક ફાટા તળાવ તરફ જવાના માર્ગ ઉપર નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે પાઇપ લાઈનમાંથી હજારો લીટર પાણીનો વ્યય થયો હતો.જેના કારણે જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ જવાના કારણે અહિયાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પાલિકાની લાઈનમાંથી લીકેજના પાણીનો રેલો છેક ફાટા તળાવ સુધી પહોંચ્યા હતાં.પાણીની લાઈન લીકેજ અંગેની જાણ પાલિકાના વોટરવર્કસના અધિકારીઓને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ટીમે જેસીબીની મદદથી તાત્કાલિક ધોરણે લીકેજને શોધી કાઢીને લીકેજને બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી.