



- સ્ટેટ વિજિલન્સે 45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- ઝઘડિયા પોલીસમાં 3 બુટલેગરો વિરૂદ્ધ ગુનો નોંધાયો
સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગતરોજ મોડી સાંજે ઝઘડિયા જીઆઇડીસીના સરદારપુરા તરફના વાહન પાર્કિંગ પ્લોટમાંથી બંધ બોડીના કન્ટેનર ટાઇપ બે આઇસર ટેમ્પા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા છે. સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા ઝડપાયેલ દારૂ ઝઘડિયા પોલીસ મથકે લાવી તેની ગણતરી કરતા કુલ ૧૫,૪૬૧ નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ટેમ્પામાં ભરેલી હતી. કુલ 45.62 લાખથી વધુનો વિદેશી દારૂ તથા બે ટેમ્પો મોનીટરીંગની ટીમે જપ્ત કર્યા છે.
સ્ટેટ મોનીટરીંગ ટીમને માહિતી મળી હતી કે, ભરૂચ જિલ્લાના નયન કિશોર કાયસ્થ ઉર્ફે નયન બોબડો તથા પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણ વડોદરા વાળો અને સતીશ ચંદ વસાવા ઉર્ફે સત્યો ગાંડો રહે.નવાગામ કરારવેલનાઓ ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરાવે છે.
ઝઘડિયા જીઆઇડીસીના સરદારપુરા પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો મારતા પાર્કિંગમાં આઈસર ટેમ્પોમાં તપાસ કરતાં દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ઝઘડિયા પોલીસ મથકે ટેમ્પો લાવી વિદેશી દારૂનો જથ્થો કુલ રૂપિયા 25.62 લાખ તથા બે ટેમ્પો મળી કુલ 45.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાના તથા વડોદરા જિલ્લાના મળી કુલ ત્રણ બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.