Vande Gujarat News
Breaking News
AgricultureBJPBreaking NewsCongressFarmerGovtIndiaNationalPoliticalProtest

કિસાનોને મનાવવાના પ્રયાસમાં સરકાર, કૃષિ મંત્રીએ કહ્યું- લેખિતમાં આપીશું MSPની ગેરંટી

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે, કાયદાની જોગવાઈ પર કિસાનોનો વિરોધ છે તેના પર સરકાર ખુલા મનથી વિચાર કરવા સહમત છે. કેટલાક લોકોએ કહ્યું કે, આ કાયદો કાયદેસર નથી. આ કાયદાથી એમએસપી પ્રભાવિત થતી નથી.

નવી દિલ્હીઃ કૃષિ કાયદાને લઈને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પત્રકાર પરિષદ કરી છે. તેમણે કહ્યું કે, સંસદના સત્રમાં સરકાર કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદા લઈને આવી હતી. આ કાયદા પર સંસદમાં બધા પક્ષોના સાંસદોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા હતા. ચર્ચા દરમિયાન બધા સાંસદોએ પોતાના વિચાર રાખ્યા હતા. આ ત્રણેય કાયદા આજે દેશભરમાં લાગુ છે. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, ત્રણેય કૃષિ કાયદા કિસાનોની આવક વધારવા માટે છે. નક્કી સમયમાં ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કિસાનોની જમીન સુરક્ષિત રાખવાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા કૃષિ કાયદા કિસાનોના હિતમાં છે. એપીએમસીની બહાર જઈને કિસાનોને છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, આંદોલન કરી રહેલા કિસાનો સાથે વાતચીત જારી છે.

કિસાનો ખુલા મનથી વાતચીત કરેઃ કૃષિ મંત્રી
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યુ કે, કાયદાની જોગવાઈ પર કિસાનોનો વિરોધ છે તેના પર સરકાર ખુલા મનથી વિચાર કરવા સહમત છે. કેટલાક લોકોએ કહ્યું કે, આ કાયદો કાયદેસર નથી. આ કાયદાથી એમએસપી પ્રભાવિત થતી નથી. અમે લોકોએ પ્રસ્તાવ આપ્યો કે રાજ્ય સરકાર ખાનગી એપીએમસીની વ્યવસ્થા પણ લાગૂ કરી શકે છે. અમારા કાયદામાં તે હતું કે પાન કાર્ડથી ખરીદી થઈ શકશે. પાન કાર્ડથી ખરીદીને લઈને કિસાનોની આશંકાના સમાધાન માટે અમે રાજી થયા. કૃષિ મંત્રીએ કહ્યું કે, તેમનો બીજો મુદ્દો હતો કે પોતાના વિવાદના ઉકેલ માટે એસડીએમને સામેલ કરવામાં આવ્યા છે. નાના કિસાન હશે, નાના ક્ષેત્રનો હશે તો તે જ્યારે ન્યાયાલય જશે તો સમય લાગશે. અમે લોકોએ તેના સમાધાન માટે કોર્ટમાં જવાનો વિકલ્પ આપ્યો છે.

સરકારના પ્રસ્તાવ પર વિચાર કરે કિસાનઃ તોમર
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાન સંઘોને આગ્રહ કર્યો છે કે જે પ્રસ્તાવ સરકારે મોકલ્યો છે, તેના પર વિચાર કરો અને જ્યારે તમે કહેશો અમે ચર્ચા માટે તૈયારછીએ. 2006મા સ્વામીનાથન રિપોર્ટ આવ્યો હતો, લાંબા સમયથી રાહ જોવામાં આવી પરંતુ દોઢ ગણી એમએસપી લાગૂ ન થઈ. મોદી સરકાર આવવા પર તેમણે ખર્ચ મૂલ્ય પર પચાસ ટકાનો નફો આપીને એમએસપી જાહેર કરી, જેનો ફાયદો દેશભરમાં મળી રહ્યો છે. તેમણે આગળ કહ્યું કે, અમને લોકોને લાગતું હતું કે, કાયદાકીય પ્લેટફોર્મનો ફાયદો લોક સારી રીતે ઉઠાવશે. કિસાન મોંઘા પાક તરફ આકર્ષિત થશે. નવી ટેક્નોલોજી સાથે જોડાશે. વાવણી સમયે તેના મુલ્યની ગેરંટી મળી જશે.

संबंधित पोस्ट

મર્હુમ અહેમદભાઈ પટેલના માનમાં કોણે આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ, જુઓ… અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ શું કરશે અહેમદભાઈના માનમાં…!!!

Vande Gujarat News

भारी तनातनी के बीच अमेरिका ने चीन को दिया बड़ा झटका, अब अमेरिका में व्यापार नहीं कर पाएंगी ये कंपनियां

Vande Gujarat News

નવેમ્બર 7થી30 દરમિયાન ફટાકડા પર પ્રતિબંધ મુકવા અંગે વિચારણા – નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકારોને પણ નોટિસ

Vande Gujarat News

कोविड मरीजों के इलाज में इस्तेमाल होने वाली दवा को इस कंपनी ने कर दी सस्ती

Admin

વાગરા ખાતે 200 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો, વાગરા તાલુકા કોંગ્રેસમાં ભાજપાની સર્જીકલ સ્ટ્રાઈક…

Vande Gujarat News

संजय राउत की पत्नी को ED का समन, सांसद का ट्वीट- आ देखें जरा किसमें कितना है दम

Vande Gujarat News