



બલદવા,પીંગોટ અને ધોલી ડેમની જજૅરીત કેનાલ,નવીનીકરણ માટે મુખ્યમંત્રીને જાહેરાત કરે તેવી ખેડુતોની માંગ
ત્રણેય ડેમની કેનાલ ૪૫ વષૅથી તુટેલી- હાલતમાં, માત્ર ૩૦૦ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે, ૪૦૦૦ હેક્ટરથી વધુ જમીન વંચિત
ત્રણેય ડેમની કેનાલની નવીનીકરણની ખેડુતોની માંગ
દિવ્યાંગ મિસ્ત્રી – રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ૧૨ ડિસેમ્બર વાલીયા મુકામે ૩૮૫ કરોડના ખચૅ પાણી-પુરવઠાની ૬ જેટલી સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરનાર હોવાથી સરકારીતંત્ર તડામાર તૈયારીમાં લાગી ગયું છે. જેમાં વાલીયા-નેત્રંગ તાલુકાના તમામ ગામોને ૨૮૫ કરોડના ખચૅ કરજણ સિંચાઈ યોજના મારફતે શુધ્ધ પીવા માટેનું પાણી આપવાની યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે,જે પ્રસંશનીય બાબત છે. વાલીયા-નેત્રંગ તાલુકાના તમામ ગામોના રહીશોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર બલદવા, પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમ આવેલ છે. જેને આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં ધરતીપુત્રોની જીવાદોરી ગણવામાં આવે છે. ત્રણેય ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ત્રણેય ડેમ ઓવરફ્લો થયા હતા. એટલે કે ત્રણેય ડેમ ૧૦૦ ટકા પાણીથી ભરાયા તેવું કહેવાય. પરંતુ કમનસીબે ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલ ૪૫ વષૅથી તુટેલી-જજૅરીત હાલતમાં છે. આજદિન સુધી કેનાલનું કોઇપણ પ્રકારનું પ્રા.સમારકામ કરાયું નથી. આ બાબતે ખેડુતોએ મુખ્યમંત્રી અને સિંચાઈ વિભાગના જવાબદાર લોકોને વારંવાર લેખિત-મૌખિક રજુઆત કરી હતી. ત્રણેય ડેમની કેનાલ તુટેલી-જજૅરીત હાલતમાં હોવાથી માત્ર ૩૦૦-૩૫૦ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે. બાકીની ૪૦૦૦ હેક્ટરથી વધુ જમીન સિંચાઈના પાણીથી વંચિત છે. વાલીયા,.ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ખેડુતોને દરે વષૅ મોટો આથિૅક ફટકો પડતા નષ્ટ-નાબુદ થઇ રહ્યા છે. તેવા સંજોગોમાં ત્રણેય ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનું નવીનીકરણની સખત જરૂરીયાત જણાઇ રહી છે.ઉલ્લેખનીય છે કે, આગામી ૧૨ ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી કોરોડોના રૂપિયાના ખચૅ વિવિધ પાણી-પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત માટે વાલીયા મુકામે આવનાર છો. તો આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન બલદવા, પીંગોટ અને ધોલી ડેમની જજૅરીત કેનાલના નવીનીકરણ માટે મુખ્યમંત્રી જાહેરાત કરે તેવી ખેડુતોની માંગ કરી રહ્યા છે.
ત્રણેય ડેમમાં ૫૦ ટકા માટી પુરાણ, ડેમ ઉંડા કરવાની માંગ
બલદવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં એટલે કે પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આવેલા નદી નાળા, કોતરો, તળાવ અને ચોમાસામાં વરસાદનું પાણી વહીને આ ત્રણેય ડેમમાં આવે છે. તેની સાથે-સાથે ખુબ જ મોટા જથ્થામાં માટી પણ વહીને આવતી હોવાથી ત્રણેય ડેમના તળ ભાગમાં કાયમી સ્થાયી થઇ જાય છે. દિવસેેેેને દિવસે ત્રણેય ડેમમાં માટીના પુરાણમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેની વિપરીત અસર ત્રણેય ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઉપર પડતા ખેડુતો સિંચાઇ માટેનું પુરતું પાણી મળતું નથી. ત્રણેય ડેમમાં પાણીના સંગ્રહ ઓછું થાય છે. આ બાબતે મુખ્યમંત્રી જવાબદાર લોકોને સુચના આપે તેવી માંગ ઉઠી છે.