



પશ્ચિમ રેલવેએ તેની લોખંડ સહિતની બિનજરૂરી ચીજવસ્તુઓ વેચીને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૫૩૩.૩૭ કરોડની આવક મેળવી છે. જે સમગ્ર દેશમાં આવકની દ્રષ્ટિએ અવલ્લ છે.
ચાલુ નાણાકિય વર્ષમાં કુલ ૨૩૦ કરોડના સ્ક્રેપનું વેચાણ કર્યું છે. ટ્રેક, કોચ, વેગન, લોકોમોટિવ્સ અને પુલોનો સ્ક્રેપ વેચી કઢાયો હતો.
‘મિશન ઝીરો સ્ક્રેપ’ યોજના હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં તમામ કારખાનાઓમાં સા ે ટકા, સ્ટેશનો ઉપરનો ૯૭ ટકા અને સેક્શન અને ડેપોમાં ૬૫ ટકા સ્ક્રેપનો નિકાલ કરી દેવાયો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.
પીઆરઓ સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ના અંત સુધીમાં જુના સ્ટાફ કર્વાટર્સ, સર્વિસ બિલ્ડિંગ, પાણીની ટાંકીઓ પણ દુર કરવામાં આવશે. રેલવેના બિનજરૂરી અને વણઉપયોગી ચીજવસ્તુઓને વેચેની આવક ઉભી કરાશે અને જગ્યા ખાલી કરાશે જેના થકી તે જગ્યાનો બીજો ઉપયોગ થઇ શકે.