



- ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું
- રાજપારડીથી ઝઘડિયા વચ્ચે છ ટ્રકો ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરી
ઝઘડિયા તાલુકામાંથી લિગ્નાઇટ, સિલિકા, પથ્થર તેમજ રેતીનું મોટા પાયે ખનન થાય છે. સૌથી વધુ ખનીજ ચોરી ઝઘડિયામાં થઈ રહી છે. રોજિંદી હજારો ટ્રકો ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી તથા નિયમો નેવે મૂકી વહન કરે છે. ગુરૂવારે વહેલી સવારે ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગના કેયુર રાજપુરા તથા તેની ટીમે ઓવરલોડ તેમજ રોયલ્ટી ચોરી કરી વહન કરતા વાહનો પર સપાટો બોલાવ્યો હતો. રાજપારડી અને ઝઘડિયા વચ્ચેથી જિલ્લા ભૂસ્તર વિભાગે 6 જેટલી ઓવરલોડ તેમજ રોયલ્ટી વગરની ટ્રકો જપ્ત કરી હતી. તે તમામ ઝઘડિયા પોલીસને સોંપી હતી. ભૂસ્તર વિભાગ દ્વારા ગેરકાયદેસર વહન કરતી ટ્રકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી છે.