Vande Gujarat News
Breaking News
AgricultureBharuchBreaking NewsFarmerNatureNetrang

નેત્રંગ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, વાતાવરણમાં ઠંડક પ્રસરી

 વાદળછાયા વાતાવરણ બાદ એકાએક વરસાદી માવઠું થતાં ખેતીમાં નુકશાનની ભીતી,

દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઇ રહી છે. ગતરોજ રાત્રીના સમયે વરસાદી છાંટા અને ત્યારબાદ સવારના મળસ્કેના સમયે એકાએક વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થવાથી ખેડુતો ચિંતિત થઇ ગયા હતા. કપાસ, તુવેર, શેરડી, ઘઉં જેવા પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાઓ જણાઇ રહી છે. ખેડુતોને ખાતર,બિયારણ અને ખેતમજુરી પણ માથે પડવાની શક્યતાઓ જણાઇ રહી છે,કપાસનો પાક તૈયાર છે. ખેતરમાંથી નિકળવાનો શરૂ થઇ ગયો છે. કપાસના પ્રતિ ક્વિન્ટલનો ભારવ પણ સારો છે. તેવા સંજોગોમાં એકાએક વરસાદ થવાથી કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે. એનુ તેના કારણે કપાસના ભાવ પણ ગગડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વષૅ ચોમાસાની સિઝનમાં નેત્રંગ તાલુકામાં ૭૦ ઇંચ કરતાં વધુ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી. ચારેય દિશામાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. જ્યારે નેત્રંગ તાલુકામાં ભર શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા માંડી હતી. આવનાર સમયમાં ઘરે-ઘરે શરદી,ખાંસી અને તાવના દદીૅનો જમાવદો થવાની દહેશત જણાઇ રહી છે.

 

संबंधित पोस्ट

અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર:‘અલ વાકબા’માં 20 હજાર મીટરમાં BAPSનું સ્વામિનારાયણ મંદિર બનશે, ડિઝાઈન જાહેર કરવામાં આવી

Vande Gujarat News

पोखरण फायरिंग रेंज से बम उठा लाया बच्चा, छेड़छाड़ के दौरान ब्लास्ट से मौत

Vande Gujarat News

હિન્દુ મહાસભા દ્વારા આજ રોજ ચિરંજીવી શ્રી હનુમાનજી નો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો

Vande Gujarat News

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) ભરૂચ શાખા તરફથી જનરલ હોસ્પિટલ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Admin

चीन ने लद्दाख में पैंगोंग त्सो के दक्षिण में बनाई नई सड़क, तस्वीरें आईं सामने

Vande Gujarat News

અંકલેશ્વર GIDCમાં GSTના દરોડા: 10 કન્ટેઈનર ચકાસ્યા

Vande Gujarat News