



પોલીસે મોબાઇલ ૬,મોટરસાઈકલ ૨ સહિત રૂ. ૭૮,૭૧૦ નો મુદ્દામાલ કબ્જે કયૉ
નેત્રંગ તાલુકાના કુરી ગામના સ્મશાન પાસે જુગાર રમતા ૭ પકડાયા હતા
દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અનેે પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન નેત્રંગ તાલુકાના કુરી ગામના સ્મશાન પાસેના કોતરમાં મણીલાલભાઇ છોટુભાઇ વસાવા કેટલાક માણસોને ભેગા કરી ગેરકાયદેસર જુગાર રમાડે છે. તેવી બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે વોચ ગોઠવી રેડ પાડી હતી. જેમાં ૭ જેટલા જુગારીયાઓ રંગહાથે પકડાઈ ગયા હતા. જેમાં રોકડા રૂપિયા ૧૦,૧૨૦/- દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૭,૫૯૦/- મળી કુલ રોકડા રૂ.૧૭,૭૧૦/- મોબાઇલ નંગ ૬ જેની કિંમત ૨૧,૦૦૦/- અને મોટરસાઈકલ નંગ-૨ જેની કિંમત ૪૦,૦૦૦/- મળી કુલ ૭૮,૭૧૦/- નો મદ્દુામાલ પોલીસે કબ્જે કર્યો હતો. ફરાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.