



સંજય પટેલ – રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો છે. જંબુસર પંથકમાં ગત રોજથી વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડી રહ્યો છે, અને જંબુસર પંથકમાં સવારે છ પહેલા 5mm વરસાદ નોંધાયો હતો. સામાન્ય માવઠાનો વરસાદ વરસતા જ ટંકારી ભાગોળ ખાતે તથા તાલુકા પંચાયત જવાના માર્ગે પાણી ભરાયાં હતા. આટલો ઓછો વરસાદ પડવાથી આટલું પાણી ભરાય છે, જે નગરપાલિકા તંત્ર માટે શર્મનાક બાબત છે.
તંત્રની પોલ ખોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જંબુસર શહેરના જાગૃત નાગરિક હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા નગરપાલિકા સત્તાધીશો સહિત મોવડી મંડળને જાગૃત થવા અને નગરપાલિકામાં વર્ષોથી કરોડો રૃપિયાની ગ્રાન્ટો આવે છે. છતાંય જંબુસરને પ્રજાના સામાન્ય પ્રાણ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું હોવાનું જણાવ્યું હતું. જેને લઇ નગરમાં ચકચાર મચી જવા પામી હતી.